Top Stories
khissu

સોનુ ખરીદવું હોય તો પહોચી જાવ દુકાને, સોનાં ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો

સોના-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. સોના અને ચાંદીના સાપ્તાહિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ટ્રેડિંગ સપ્તાહમાં સોનાની કિંમતમાં 5,087 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીની કિંમતમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 6,925નો ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, 22 જુલાઈએ આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,218 રૂપિયા હતો, જે છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે 26 જુલાઈ સુધીમાં વધીને 68,131 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. તે જ સમયે, 999 શુદ્ધતા ચાંદીની કિંમત 88,196 રૂપિયાથી ઘટીને 81,271 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

નોંધનીય છે કે IBJA દ્વારા બહાર પાડવામાં આવેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાની પ્રમાણભૂત કિંમત વિશે માહિતી પ્રદાન કરે છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBGA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં સાર્વત્રિક છે પરંતુ તેમની કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

છેલ્લા એક સપ્તાહમાં 22 કેરેટ સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
જુલાઈ 22, 2024- 73,218 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 23, 2024- રૂ. 69,602 પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 24, 2024- 69,151 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 25, 2024- 68,227 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 26, 2024- રૂ. 68,131 પ્રતિ 10 ગ્રામ

છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?
જુલાઈ 22, 2024- 88,196 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 23, 2024- 84,919 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 24, 2024- 84,862 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 25, 2024- 81,474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
જુલાઈ 26, 2024- 81,271 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

કસ્ટમ ડ્યુટી
વિદેશી બજારોમાં મેટલના ભાવમાં ઘટાડો અને કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સરકારે બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી છે.