Top Stories
khissu

આ 3 મલ્ટિબેગર સ્ટોક કોઇ ખજાનાથી ઓછા રોકાણકારોને મળશે તગડું રિટર્ન

શેરબજારમાં રોકાણ કરતા પહેલાં શેર બાબતે જાણકારી મેળવવી જરૂરી છે. તેથી જ તો શેરબજારની હલચલ જણાવવા અમે તમને આ મહત્વના સમાચાર જણાવી રહ્યાં છીએ. હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતીય શેરબજારમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આ બધી ઉથલપાથલો વચ્ચે પણ શાનદાર રિટર્ન આપી રહેલા બ્રોકરેજ હાઉસ એન્જલ વનના 3 સ્ટોક જેવા કે, ફેડરલ બેંકના સ્ટોક, સ્ટોવ ક્રાફ્ટ અને અશોક લેલેન્ડ તમને માલામાલ કરી દેશે. તો ચાલો જાણીએ આ સ્ટોક્સની લક્ષ્ય કિંમત સહિત તમામ વિગતો વિશે.

1. ફેડરલ બેંકના શેર્સ 
નવીનતમ કિંમત- 97.15
ટાર્ગટ પ્રાઈઝ- 135
નફો - 39%

બ્રોકરેજ હાઉસ એન્જલ વનએ જણાવ્યું છે કે, ફેડરલ બેંક ભારતની સૌથી મોટી તથા જૂની પેઢીની ખાનગી બેંકોમાંની એક છે. ફેડરલ બેંક માટે NPA વર્ષોથી સ્થિર રહી છે, જીએનપીએ Q3FY21 માટે 3.38% હતો, જ્યારે NNPA રેશિયો 1.14% હતો. તે જ સમયે, Q3FY21 ના અંતે પર્યાપ્ત PCR 67% હતો. એટલે કે, બેંકની જવાબદારી ફ્રેન્ચાઇઝી મજબૂત રહે છે અને પુનર્ગઠન સ્તર પણ નિયંત્રણમાં છે. તેનો RoA આગામી 4 થી 6 ક્વાર્ટરમાં 1.2 ટકા સુધી સુધરી શકે છે. લોન મિશ્રણમાં ફેરફાર સાથે, NIM વિસ્તરણ 10bps થઈ શકે છે, તેથી તેમાં રોકાણ કરી શકાય છે.

2. સ્ટોવ ક્રાફ્ટ શેર્સ
નવીનતમ ભાવ - 616
ટાર્ગટ પ્રાઈઝ- 1,050
નફો- 70.45%

બ્રોકરેજ હાઉસનો આ સ્ટોક પણ તેજીમાં છે. સ્ટોવ ક્રાફ્ટ લિમિટેડ (SKL) 'પિજન' અને 'ગિલ્મા' બ્રાન્ડ નામ હેઠળ કિચન અને હોમ એપ્લાયન્સીસ ઉત્પાદનો જેમ કે પ્રેશર કૂકર, એલપીજી સ્ટોવ, નોન-સ્ટીક કૂકવેર વગેરેના ઉત્પાદન અને વેચાણના વ્યવસાયમાં સંકળાયેલ છે. છેલ્લા બે વર્ષમાં, કંપનીએ પ્રેશર કૂકર અને કુકવેર સેગમેન્ટમાં તેના સ્પર્ધકોને પાછળ રાખી દીધા છે. SKL આગામી દિવસોમાં નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે, જેનો રોકાણકારોને ફાયદો થવાની અપેક્ષા છે.

3. અશોક લેલેન્ડ શેર્સ
નવીનતમ ભાવ- 115
ટાર્ગટ પ્રાઈઝ- 164
નફો- 42.61%

બ્રોકરેજ હાઉસ આ ચોક્કસ સ્ટોક પર તેજીમાં છે. અશોક લેલેન્ડ લિમિટેડ (ALL) એ ભારતીય CV ઉદ્યોગમાં અગ્રણી કહી શકાય એવી કંપનીઓમાંની એક છે. જે MHCV સેગમેન્ટમાં 32% નો બજાર હિસ્સો ધરાવે છે. કોરોના રોગચાળા પછી, LCV સેગમેન્ટની માંગ ઝડપથી વધી રહી છે, જ્યારે બીજા લોકડાઉન પછી, MHCV સેગમેન્ટની માંગ પણ બજારમાં વધવા લાગી છે. એન્જલ વનના જણાવ્યા અનુસાર, કંપની CV સેગમેન્ટમાં વૃદ્ધિ પુનઃજીવિત કરવા માટે તૈયાર છે. જેની આ કંપની સરકારની સ્વૈચ્છિક સ્ક્રેપેજ નીતિની સૌથી મોટી લાભાર્થી હશે. તેથી રોકાણકારો આ સ્ટોક ખરીદી શકે છે.