મિત્રો, હવે ધીરે ધીરે હવામાનમાં ફેરફાર થવા લાગ્યો છે એટલે કે આ શિયાળાની ઋતુ લગભગ પૂરી થવા આવી છે. જેથી ઉનાળાનું આગમન થશે. ઉનાળાની એ ગરમીમાં લોકોની દિનચર્યા તો બદલાય જ જશે સાથે સાથે પૈસા કમાવાની રીતમાં પણ ફેરફાર થશે. ઉનાળામાં તમે લોકોની પસંદને અનુરૂપ વ્યવસાય કરો છો તો તમને ચોક્કસ ફાયદો થશે જ. કારણ કે લોકો ગરમીથી બચવા હવે ઠંડી ખાણીપીણી તરફ વધુ આકર્ષાશે અને આ જ બાબત તમારી કમાણીને બમણી કરશે. જાણો છો કેવી રીતે? આજે અમે તમને ઉનાળાની સિઝનના 4 બિઝનેસ જણાવીશું જે કરીને તમે સારી એવી કમાણી કરી શકશો.
1. શેરડીના રસનો વ્યવસાય
ઉનાળાની ઋતુમાં લોકો શેરડીનો રસ પીવાનું વધુ પસંદ કરે છે. વધતી ગરમીથી રાહત મેળવવા શેરડીના રસની માંગ સામાન્ય બજારોમાં પણ ખૂબ જોવા મળે છે. આ વ્યવસાય કરવા માટે તમારે ખર્ચ પણ ઓછો થશે. આ વ્યવસાય માટે તમારે શેરડી અને શેરડીમાંથી રસ કાઢવા માટે મશીન, બસ એટલી જ સામગ્રી જોઇશે. આ વ્યવસાય ઓછા રોકાણે વધુ નફો અપાવનારો વ્યવસાય છે.
2. ઠંડા પાણી કે બરફનો વ્યવસાય
ઉનાળામાં 90 થી 95 ટકા લોકો ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરે-ઘરે ઠંડુ પાણી સપ્લાય કરો છો, તો તે તમને ઓછા રોકાણમાં સારું વળતર મળશે. જો ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો અહીંના મોટાભાગના ઘરોમાં રેફ્રિજરેટર કે વોટર કુલરની સુવિધા નથી. આવી સ્થિતિમાં, ઠંડા પાણીની સપ્લાયનો વ્યવસાય તમને સારો નફો આપી શકે છે. ત્યારે હવે બજારોમાં જમા થયેલો બરફ પણ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ઘરથી દૂર રહેતા વિદ્યાર્થીઓ પાસે ફ્રીજની સુવિધા હોતી નથી. તેઓને બરફ સરળતાથી ઉપ્લબ્ધ થઇ રહે તે માટે તમારે ફક્ત એક મોટા ફ્રીજની જરૂર છે. જેમાં રોકાણ ખૂબ ઓછું અને ફાયદો વધારે છે.
3. જ્યૂસનો વ્યવસાય
ઉનાળાની ઋતુમાં તાપમાન 45-50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે. આવી સ્થિતિમાં, પોતાને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખવા માટે, લોકો વિવિધ ફળો અને શાકભાજીના જ્યુસ પીવાનું પસંદ કરે છે, જેથી તેઓ ઉનાળાના તાપમાનનો સામનો કરી શકે. આવી સ્થિતિમાં, જ્યૂસનો વ્યવસાય ગ્રામીણ તેમજ શહેરી વિસ્તાર બંન્ને વિસ્તારોમાં ફાયદાકારક છે. આ માટે તમારે ખાલી જગ્યા, મિક્સર અને દરરોજ તાજા ફળો અને શાકભાજીની જરૂર છે. આમ પણ લોકો ફ્રેશ જ્યુસ પીવા માટે ગમે તેટલી કિંમત ચૂકવવા તૈયાર જ હોય છે જે તમારા આ વ્યવસાયમાં તમને સારો નફો અપાવી શકે છે.
4. કૂલર વ્યવસાય
ઉનાળાની ઋતુમાં ઘરોને ઠંડુ રાખવા માટે લોકો મોટાભાગે એસી અથવા કુલરનો ઉપયોગ કરે છે. જો ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ત્યાંના લોકો એસી ખરીદી શકતા નથી, જેના કારણે તેઓ કુલર ખરીદવાનું પસંદ કરે છે. જો જોવામાં આવે તો, શહેરી વિસ્તારોમાં પણ કુલરની માંગ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં પૈસા કમાવવા માટે આ વ્યવસાય સારો છે. જો તમે પણ ઈચ્છો છો, તો તમે આ વ્યવસાયની મદદથી સારો નફો કમાઈ શકો છો.