Top Stories
બાળકો માટે રોકાણ કરવા આ છે ધાંસૂ ઓપ્શન, ભણતર અને લગ્નના ખર્ચનું નહીં રહે ટેન્શન

બાળકો માટે રોકાણ કરવા આ છે ધાંસૂ ઓપ્શન, ભણતર અને લગ્નના ખર્ચનું નહીં રહે ટેન્શન

જો તમે 2022માં તમારા બાળકના ભવિષ્ય માટે બચત કરવાનું નિચારી રહ્યા છો તમે તેના માટે સારૂ આયોજન કરી શકો છો જેથી તમારા બાળકોના ભણતર અને લગ્ન સમયે પૈસાની તંગી ન સર્જાઈ. આવુ આયોજન શરૂઆતથી જ તેનું આયોજન કરવું જોઈએ જેથી આવનારા સમયમાં મુશ્કેલી ન પડે. નોંધનિય છે કે, બાળકોના ભવિષ્ય માટે રોકાણ કરવા માટે ઘણા સારા વિકલ્પો છે. જેમાં બેંક FD, PPF, SSY, મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે.

મ્યુચ્યુઅલ ફંડ
જો તમે બાળકો માટે રોકાણ કરવા માંગતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ પણ સારો વિકલ્પ છે. તમે નાના બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડ પણ ખરીદી શકો છો. જેનો ઉપયોગ તમે તેમના આગળના અભ્યાસ કે કારકિર્દી માટે કરી શકો છો. કોઈ વ્યક્તિ SIP માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. આમાં, તમે 100 રૂપિયાથી પણ SIP શરૂ કરી શકો છો. તે લાંબા ગાળે વધુ સારું વળતર આપે છે. આ અંગે તમે તમારા નાણાકીય સલાહકારની મદદથી બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

ફિક્સ્ડ ડિપોઝિટ(FD)
બેંક FD એ આપણા દેશમાં પરંપરાગત અને શ્રેષ્ઠ રોકાણનો વિકલ્પ છે. તેનું એક કારણ એ પણ છે કે તમે 7 દિવસથી લઈને 10 વર્ષના સમયગાળામાં FD કરી શકો છો. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિમાં તે સરળતાથી તેમાંથી ઉપાડી પણ શકાય છે. બાળકના માતા-પિતા અથવા કાનૂની વાલી ઘણી બેંકોમાં રૂ. 100 અને રૂ. 500ની ડિપોઝીટ સાથે તેમાં રોકાણ કરવાનું શરૂ કરે છે. SBI હાલમાં FD પર 2.90 ટકાથી 5.40 ટકા વ્યાજ આપી રહી છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તમને બાળકોના ભવિષ્ય માટે લાંબો સમય આપે છે. આ સ્કીમમાં જમા રકમ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. PPF ખાતું બાળકોના નામે તેમના માતા-પિતા અથવા કાનૂની વાલી જ ખોલાવી શકે છે. PPF ખાતું 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખોલવામાં આવે છે. PPF પર વ્યાજ દર 7.1 ટકા છે. અને PPF એકાઉન્ટ 15 વર્ષમાં પરિપક્વ થાય છે. આમાં વાર્ષિક 1.5 લાખનું રોકાણ કરી શકાય છે. જો તમે 2 બાળકોના માતા-પિતા છો, તો તમે એક અલગ PPF એકાઉન્ટ ખોલીને 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. 15 વર્ષ પછી, તમે એકસાથે ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. તે પછી તેને વધુ 5 થી 5 વર્ષ માટે વધારી શકાય છે. PPFમાં રોકાણ પર 80Cમાં 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના
આ ઉપરાંત તમે દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છે. જેના હેઠળ, 0 થી 10 વર્ષની કોઈપણ બાળકીના માતા-પિતા અથવા કાનૂની વાલી આ ખાતું સરકારી બેંક અથવા પોસ્ટ ઓફિસની કોઈપણ શાખામાં ખોલી શકે છે. નોંધનિય છે કે, હાલમાં આના પર વ્યાજ દર 7.6 ટકા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માત્ર રૂ.250થી ખાતું ખોલાવી શકાય છે.