Top Stories
આ સ્મોલ ફાઇનાન્સ બેંકો FD પર આપી રહી છે 9.50%નું જબરદસ્ત વ્યાજ, જલ્દી ચેક કરો લિસ્ટ

આ સ્મોલ ફાઇનાન્સ બેંકો FD પર આપી રહી છે 9.50%નું જબરદસ્ત વ્યાજ, જલ્દી ચેક કરો લિસ્ટ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વધતી જતી ફુગાવાને નિયંત્રિત કરવા માટે રેપો રેટમાં સતત છ વખત વધારો કર્યો, જેના પછી મોટાભાગની જાહેર, ખાનગી અને સ્મોલ ફાઇનાન્સ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ વધારવાનું શરૂ કર્યું. RBIએ ગયા વર્ષે મેથી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. હવે મોટાભાગની તમામ સ્મોલ ફાઇનાન્સ બેંકોએ FD પર વ્યાજ વધાર્યું છે. આ બેંકો FD પર સૌથી વધુ 9.50 ટકા વ્યાજ ચૂકવી રહી છે. ચાલો જાણીએ કઈ બેંકો સૌથી વધુ વ્યાજ આપી રહી છે.

આ સ્મોલ ફાઇનાન્સ બેંકો છે જેમાં તમે FD માં રોકાણ કરી શકો છો:
તમામ બેંકોમાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે. આ બેંક ગ્રાહકોને 9.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવી રહ્યું છે.
1) યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંક સામાન્ય લોકોને 9.00% અને વરિષ્ઠ નાગરિકોને 1001 દિવસની FD પર 9.50% વ્યાજ આપે છે.
2) જના સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંક બે થી ત્રણ વર્ષથી વધુની FD પર સામાન્ય લોકોને 8.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.80 ટકા વ્યાજ આપે છે.
3) સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંક 999 દિવસની FD પર સામાન્ય લોકોને 8.51 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.76 ટકા વ્યાજ આપે છે.
4) ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંક 560 દિવસની FD પર સામાન્ય લોકોને 8.00 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.75 ટકા વ્યાજ ઓફર કરે છે.
5) ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંક 700 દિવસની FD પર સામાન્ય લોકોને 8.00 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.75 ટકા વ્યાજ ઓફર કરે છે.
6) નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઈનાન્સ બેંકઃ બેંક 1111 દિવસની FD પર સામાન્ય લોકોને 8.00 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.75 ટકા વ્યાજ આપે છે.