ગર્ભવતી મહિલા એ તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પરિવારના સદસ્યો એ પણ તેનું ધ્યાન રાખવું પડે છે. ઘણી બધી ચીજવસ્તુઓ માટે સતત એકટિવ રહેવું પડતું હોય છે. શુ કરવું શું ન કરવું વગેરે ની ખાસ કાળજી રાખવી પડતી હોય છે અને સૌથી વધુ કાળજી તેના ખાન - પાન પર રાખવી પડે છે જેની અસર ગર્ભ માં રહેલા બાળક પાર પડતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન તેના બાળકને સારું પોષણ મળી રહે તે ખૂબ જ જરૂરી છે. આ સમય દરમિયાન જેટલું સારું પૌષ્ટિક ખોરાક મળી રહે તે માતા અને બાળક બન્ને માટે ફાયદાકારક છે. તમે બધાએ અખરોટ તો જોયું જ હશે. અખરોટ ગર્ભવતી સ્ત્રી અને બાળક માટે ખુબજ ફાયદાકારક છે.
અખરોટ થી થતાં ફાયદા :
અખરોટ માં મોટા પ્રમાણ માં તાંબાનું તત્વ રહેલું હોય છે. અને તાંબું ભ્રૂણના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે.
સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ, પોલીફીનોલ અને વિટામિન E હોય છે જે ગર્ભવતી સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
વધતા જતા વજનને કાબુ માં રાખશે
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માં વજન ઝડપથી વધે છે અને ડાયાબિટીસનો ખતરો રહે છે આમ અખરોટ માં રહેલ પ્રોટીન અને ફાયબર ડાયાબિટીસ થી રક્ષણ કરશે.
બાળકના મગજને વિકસિત કરશે
આ ઉપરાંત તેમાં રહેલ ફેટી એસિડ, સેલેનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, ઓમેગા 3 મેગ્નેશિયમ અને ઝીંક બાળકના મગજ ને વિકસિત કરે છે.
ઊંઘની સમસ્યાને પણ નિવારે છે
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ઊંઘ નથી આવતી હોતી. અખરોટ ખાવાથી મેલોટોનિન નામનો હોર્મોન રહેલો હોય છે.