છેલ્લાં 36 કલાકમાં વરસાદે ગુજરાતનાં ઘણા જીલ્લામાં ભૂક્કા બોલાવી દીધા છે. જ્યારે આજથી સૌરાષ્ટ્ર કચ્છ વરસાદ વિસ્તારો વધશે અને 13-14 તારીખે રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે તેવા અહેવાલો હાલ wether મોડેલ જણાવી રહ્યા છે.
આજે 12 જુલાઈના રોજ ક્યાં વિસ્તારોમાં ભારે આગાહી?
આજે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જેમાં ખાસ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભુક્કા બોલાવી દેશે તેવો વરસાદ નોંધાય શકે છે. સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સતત વરસાદ ચાલુ રહશે.
હવામાન વિભાગ રાતોરાત બદલાયુ; હવે આટલાં જીલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ: અતિભારે વરસાદ આગાહી
આવતી કાલ માટે આગોતરું અનુમાન:- 13થી 15 જુલાઈમાં સિસ્ટમનું લોકેશન મુજબ ઉપર નીચે થયા કરશે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે એ ફાઇનલ છે એટલે સાવધાન અને સતર્ક રહેવું.
આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ