સપ્તાહના બીજા કારોબારી દિવસે સોના-ચાંદીમાં રોનક જોવા મળી રહી છે. સાથે જ મંદીના કારણે પટકાઈ ગયેલા સોનાના ભાવ એકવાર ફરીથી 62,000ના સ્તરની ઉપર આવી ગયા છે. જ્યારે ચાંદીમાં તેજી છતાય કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આજે સવારે 10.50 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.23 ટકાના વધારા સાથે 62,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.15 ટકાના વધારા સાથે 70,922 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું
સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર, સોનાના ભાવે 4 ડિસેમ્બર 2023ના રોજ નવો રેકોર્ડ બનાવ્યો હતો. એમસીએક્સ પર સોનાની કિંમત પહેલીવાર 63800 રૂપિયાની ઉપર ગઈ હતી.
સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)
આજે સવારે 10.50 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.23 ટકાના વધારા સાથે 62,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.15 ટકાના વધારા સાથે 70,922 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)
ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.
સોનાની શુદ્ધતાના માપદંડ
કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો