khissu

જાણો TTE વિશેની રસપ્રદ વાતો, રાત્રે 10 વાગ્યા બાદ તમારી ટીકીટ ચેક ન કરી શકે, તેમજ TTE ની જવાબદારી...

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે TTE શબ્દથી પરિચિત જ હશો. જેને ઘણા લોકો ભૂલથી TT પણ કહે છે, જેને અસલમાં TTE કહેવામાં આવે છે, આજે અમે તમને TTE  વિશે મહત્વની માહિતી પણ આપીશું કારણ કે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે TTE નું કામ માત્ર ટિકિટ ચેક કરવાનું જ નથી, પરંતુ રેલવેએ તેને બીજી ઘણી જવાબદારીઓ સોંપી છે, તો ચાલો TTE ને લગતી તમામ માહિતી જાણીએ જે તમારે જાણવી જોઈએ.

TTE નુ પૂરું નામ Travelling Ticket Examiner છે. રેલવેમાં TTE ની પોસ્ટ ભારતીય રેલવે ટ્રાફિક સેવા હેઠળ દ્વારા બહાર પાડવામાં આવે છે. નોકરી દરમિયાન TTE કાળા કોટમાં રહે છે અને જો તે લાંબી મુસાફરીની ટ્રેનમાં હોય તો અલગ અલગ TTE ને બે થી ત્રણ કોચ આપવામાં આવે છે. TTE ને આખી ટ્રેનની જવાબદારી સોંપવામાં આવે છે, જેથી તે જુદા જુદા સ્ટેશનો પર પોતાનો કોચ બદલતો રહે, આમ TTE ટિકિટ ચેક કરતી વખતે આખી ટ્રેનને આવરી લે છે અને આખી ટ્રેનમાં બેઠેલા મુસાફરોની ટિકિટ ચેક કરે છે, અને જો કોઈની TTE ને ટિકિટ ન મળે તો તેને દંડ ફટકારી શકે છે. TTE ની આ પહેલી જવાબદારી છે.

આ સિવાય, ટ્રેનમાં બેઠેલા મુસાફરોની સલામતી માટે પણ TTE જવાબદાર હોય છે, તેથી TTE ની જવાબદારી છે કે તે રાત્રિ દરમિયાન ટ્રેનમાં ડબ્બાના દરવાજા અંદરથી બંધ કરે અને જો કોઈ મુસાફરને પ્રાથમિક સારવારની જરૂર હોય તો એ પણ કરે. આ સિવાય TTE એ પણ નક્કી કરે છે કે અનામત ડબ્બામાં કેટલા મુસાફરો છે અને કઈ સીટો ખાલી છે જેથી તે સીટ વેઈટિંગ લિસ્ટમાં ઉભા રહેલા મુસાફરોને આપી શકાય.

એ પણ જાણો કે રાત્રે 10 વાગ્યા બાદ TTE ટિકિટ ચેક ન કરી શકે:- તમારી મુસાફરી દરમિયાન, ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર (TTE) તમારી પાસેથી ટિકિટ લેવા માટે આવે છે.  કેટલીકવાર તે તમને મોડા સુધી જગાડે છે અને તમને તમારું આઈડી બતાવવાનું કહે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે, TTE પણ તમને 10 વાગ્યા પછી પરેશાન કરી શકે નહીં. ટીટીઇએ સવારે 6 થી રાત્રે 10 વાગ્યાની વચ્ચે જ ટિકિટની વેરીફીકેશન કરવી જરૂરી છે. રાત્રે ઉંઘ્યા બાદ કોઈ પણ મુસાફરને ડિસ્ટર્બ ન કરી શકાય. રેલવે બોર્ડની ગાઈડલાઈન મુજબ એવું કહેવામાં આવ્યું છે આ નિયમ એવા મુસાફરોને લાગુ પડતો નથી કે જેઓ 10 વાગ્યા પછી પોતાની મુસાફરી શરૂ કરે છે. 

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.