હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે અને તેના આઉટર ક્લાઉડ ગુજરાત પર છે. જેના કારણે ગુજરાતમાં બે દિવસથી વરસાદ પણ પડી રહ્યો છે. આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ સિસ્ટમ થોડી વહેલી લો પ્રેશર બની ગઈ છે. જેથી આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. એટલે આ પ્રેશર મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશર બનશે. જેથી આજે અને આવતી કાલે મુંબઈમાં ભારેથી અતિતીવ્ર વરસાદ જોવા મળી શકે છે. જેથી મુંબઈવાસીઓએ સાવધાની રાખવી પડશે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતની વાત કરીએ તો, આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થવાની છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવાની છે. જેથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થવાનો છે. અહીં ક્યાંક ક્યાંક તો 12થી 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ થઈ શકે છે. આ જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 10 ઇંચ કે તેથી વધારે વરસાદ જોવા મળી શકે છે.
પરેશ ગોસ્વામીએ આગળ જણાવતા કહ્યું કે, આ સિસ્ટમને કારણે 24મી ઓગસ્ટ સુધીમાં કચ્છમાં એકથી ત્રણ ઇંચ વરસાદ પડી શકે છે. કચ્છમાં જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં ત્યાં સારો વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ એકથી ચાર ઇંચ સુધીના વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. એટલે આ વિસ્તારોમાં વધારે ચિંતા કરવાની જરૂર નથી. મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે. ચાર-પાંચ ઇંચ જેવો વરસાદ પડી શકે છે
હવામાન નિષ્ણાતે આગાહીમાં વધુમાં જણાવ્યું છે કે, આ સિસ્ટમ બાદ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે તે પણ ગુજરાત તરફ આવી શકે છે. જેનાથી 24 તારીખે આ રાઉન્ડ પૂરો થાય તો 26 કે 27થી બીજો રાઉન્ડ ચાલુ થઈ શકે છે.
ખેડૂત મિત્રો માટે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, દરેક ખેડૂત માટે આ સારા સમાચાર છે. પાણીની કોઈ ચિંતા કરતા નહીં. શિયાળું અને ઉનાળું પાકનું પણ પાણી થઈ જશે. આ સાથે 2026માં ચોમાસું વાવેતર માટે પણ પાણીની વ્યવસ્થા થઈ જાય તેવી પણ શક્યતા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થઈ જાય તેવી શક્યતા છે. જે મિત્રોને ત્યાં વરસાદ નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. 24 તારીખ સુધીમાં બધાનો વારો આવી જશે તેવી શક્યતા