આર્થિક રીતે નબળા પરિવારોને સ્વચ્છ બળતણ પૂરું પાડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, દેશની મહિલાઓ માટે ખૂબ મહત્વની યોજના છે. જેનું મુખ્ય લક્ષ્ય દેશના તમામ ગરીબ પરિવારોની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનું છે. ઉજ્જવલા યોજના હેઠળ, એક ગેસ સિલિન્ડર અને એક ગેસનો ચૂલો મહિલાઓને વિનામૂલ્યે આપવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનામાં આ યોજનાનું નવું વર્ઝન એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે જેઓ હજુ સુધી આ યોજના સાથે જોડાયેલા નથી, અને તેમને અત્યાર સુધી કોઈ ગેસ કનેક્શન મળ્યું નથી. ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શું છે, તેનું 2.0 વર્ઝન શું છે અને આ યોજના માટે કેવી રીતે અરજી કરવી.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ભારતમાં અશુદ્ધ બળતણ નાબૂદ કરીને અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવાથી સ્વચ્છ એલપીજી ઇંધણ પૂરું પાડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ, ગરીબી રેખા હેઠળ આવતા આવા પરિવારોને મફત ચૂલ્હા અને ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ઉપરાંત, ગેસ સબસિડી લાભાર્થીના ખાતામાં સીધી મોકલવામાં આવે છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1.0: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1.0 ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 5 કરોડ બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નક્કી કરાયું હતું.
આ પછી, એપ્રિલ 2018 ના મહિનામાં, આ યોજનાને મહિલા લાભાર્થીઓની અન્ય 7 કેટેગરીમાં ઉમેરવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, PMAY, AAY, સૌથી પછાત વર્ગ, ચાના બગીચા, વનવાસીઓ, ટાપુમાં રહેતી મહિલાઓ છે.
ઉપરાંત, આ લક્ષ્ય વધારીને 8 કરોડ એલપીજી કનેક્શન કરવામાં આવ્યું હતું અને આશ્ચર્યજનક વાત એ છે કે સરકારે ઓગસ્ટ મહિનામાં જ વર્ષ 2019 નુ આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 માં, આવા લોકોને લાભ મળશે, જે ગરીબી રેખા નીચે આવે છે અને તેમને આ યોજનાના પ્રથમ તબક્કામાં સામેલ કરવામાં આવ્યા નથી. એ મહીલાઓ આ યોજનાના 2.0 તબક્કામાં સમાવિષ્ટ થશે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, લાયક મહિલાઓને કોઈપણ પ્રકારની ડિપોઝિટ વગર એલપીજી કનેક્શન આપવામાં આવે છે. આ સાથે, પ્રથમ ભરેલું સિલિન્ડર જે તેમને આપવામાં આવશે તે સંપૂર્ણપણે મફત હશે, તેમજ ચૂલો પણ તેમને મફતમાં આપવામાં આવશે.
ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, જે લોકો એક શહેરમાંથી બીજા શહેરમા જાય છે તેને રેશનકાર્ડ અથવા સરનામાના પુરાવા રજૂ કરવાની જરૂર રહેશે નહીં. પાત્ર લાભાર્થીઓએ માત્ર કુટુંબનુ ડીક્લેરેશન અને સરનામાના પુરાવાના સ્વરૂપે સેલ્ફ ડીક્લેરેશન આપવું પડશે.
આ યોજનાનો હેતુ એવા લોકોને મફત એલપીજી કનેક્શન આપવાનો છે જેમની પાસે હાલમાં પણ એલપીજી કનેક્શન નથી અને જેની આવક ઓછી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પાત્રતા:
] અરજદાર મહિલા હોવા જોઈએ, પુરુષો આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
] એક જ પરિવારમાં અન્ય કોઈ LPG કનેક્શન ન હોવું જોઈએ.
] અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
] SC, ST, અંત્યોદય અન્ના યોજના (AAY), ચા અને ભૂતપૂર્વ ચા ગાર્ડન જનજાતિઓ, વનવાસીઓ, ટાપુ જૂથો, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), મોસ્ટ બેકવર્ડ ક્લાસ (MBC) વગેરે શ્રેણીની વરિષ્ઠ મહિલાઓ.
યોજનાના લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ:
> આધાર કાર્ડ
> રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું રેશન કાર્ડ જ્યાંથી તમે અરજી કરી રહ્યા છો
> બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ.
> ઉજ્જવલા કનેક્શન મેળવવા માટે E-KYC જરૂરી છે, જોકે મેઘાલય અને આસામ જેવા રાજ્યો માટે તે જરૂરી નથી.
ઉજ્જવલા યોજના ઓનલાઇન અરજી:
1. સૌ પ્રથમ, યોજનામાં અરજી કરવા માટે, તમારે સત્તાવાર પોર્ટલની લિંક પર જવું પડશે.
2. લિંક પર પહોંચ્યા પછી, તમે તમારી સ્ક્રીન પર ત્રણ પ્રકારના વિકલ્પો ઇન્ડેન, ભારત ગેસ, એચપી વગેરે જોશો.
3. આમાંથી, તમે તમારી પસંદગી મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.
4. વિકલ્પ પસંદ કર્યા પછી, તમારી પાસેથી જે પણ માહિતી માંગવામાં આવે, તેને યોગ્ય રીતે ભરો.
5. બધી માહિતી યોગ્ય રીતે ભર્યા બાદ દસ્તાવેજ અપલોડ કરો.
6. દસ્તાવેજ અપલોડ થયા પછી, તમારા દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને સરકાર તરફથી એલપીજી કનેક્શન આપવામાં આવશે.
ઉજ્જવલા યોજના હેલ્પલાઇન નંબર:
અમે તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સંબંધિત તમામ પ્રકારની મહત્વની માહિતી આપી છે. જો તમે હજી પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે નીચે આપેલા સંપર્ક નંબર પર સંપર્ક કરી શકો છો અને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.
હેલ્પલાઇન નંબર - 1906
ટોલ ફ્રી નંબર - 18002333555