એડટેક સ્ટાર્ટઅપ કંપની અનએકેડમીનું નામ ફરીથી લોકોના ધ્યાનમાં આવ્યું છે કારણ કે એને ફરીથી કર્મચારીઓની છટણી કરી છે. સોફ્ટ બેન્કના સમર્થનથી ચાલતી આ કંપનીએ 250 કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરી દીધા છે. તેમાંના 100 જેટલા કર્મચારી બિઝનેસ ડેવલોપમેન્ટ અને માર્કેટિંગ વિભાગમાં હતા. બાકીના 150 જેટલા કર્મચારી સેલ્સ ટીમમાં હતા.
અહીં નોંધપાત્ર છે કે કંપનીએ આ પહેલા પણ છટણી કરી હતી. છેલ્લા બે વર્ષમાં કંપનીએ લગભગ 4 હજાર લોકોને છુટ્ટા કરી દીધા છે. એપ્રિલ 2022માં કંપનીમાં 6000 કર્મચારી હતા અને આજે માત્ર 2000 કર્મચારી છે. કંપનીના CEO ગૌરવ મુંજાલે આ કર્મચારીઓને છુટ્ટા કરવાનું કારણ કોસ્ટ કટિંગ અને બિઝનેસને વધુ નફો અપાવવાનું કહ્યું હતું.
જાણવા યોગ્ય છે કે આ કંપનીની સ્થાપના ગૌરવ મુંજાલ, રોમન સૈની અને હેમેશ સિંહે 2015માં કરી હતી. અનએકેડમીએ અત્યાર સુધી 7318 કરોડ જેટલુ ફંડ પણ મેળવ્યું હતું. 26 સપ્ટેમ્બર 2023માં થયેલા રીપોર્ટ અનુસાર કંપનીના 1.3 કરોડથી વધારે ઓનલાઈન વપરાશકર્તાઓ છે.