Top Stories
14 જૂન પહેલા આધાર કાર્ડમાં આ વસ્તુ અપડેટ કરી લેજો, નહીં તો ભારે દંડ ભરવો પડશે, ફ્રીમાં જ થઈ જશે

14 જૂન પહેલા આધાર કાર્ડમાં આ વસ્તુ અપડેટ કરી લેજો, નહીં તો ભારે દંડ ભરવો પડશે, ફ્રીમાં જ થઈ જશે

મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી જે ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ હવે 3 મહિના વધારીને 14 જૂન 2024 કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી એવા લોકોને તક મળશે જેમણે છેલ્લા 10 વર્ષથી આધાર અપડેટ નથી કર્યું. હવે આધાર કાર્ડમાં એડ્રેસ પ્રૂફ 14 જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે, તેની સાથે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ફોટો અને બાયોમેટ્રિક વિગતો પણ અપડેટ કરી શકાશે.

આજકાલ મોટાભાગના ભારતીયો આઈડી પ્રૂફ ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકોને તેમના આધાર કાર્ડ અપડેટ કરવાની અપીલ કરી છે. જેઓ 10 વર્ષથી વધુ સમયથી છે અને હજુ સુધી કોઈ અપડેટ નથી કર્યું તેમના માટે આ કરવું આવશ્યક છે. UIDAI કહે છે કે લોકોએ ઓળખનો પુરાવો (POI) અને સરનામાનો પુરાવો (POA) વેરિફાઇડ મેળવવો પડશે. મફત આધાર કાર્ડ અપડેટની સુવિધા માત્ર myAadhaar પોર્ટલ પર જ ઉપલબ્ધ રહેશે. 50 રૂપિયાની ફીમાં CSC સેન્ટરની મુલાકાત લઈને આ કરી શકાય છે.

તમે ઓનલાઈન અરજી કરી શકો છો

આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે તમારે myAadhaar પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવી પડશે. જો તમને આ પ્રક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે વિગતો ઑફલાઇન પણ અપડેટ કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

આ રીતે કરી શકશો અપડેટ

-આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની મુલાકાત લો https://myaadhaar.uidai.gov.in/
-તમારો આધાર નંબર ટાઈપ કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
-તમારી સામે એક પેજ ખુલશે જેમાં ઘણા બધા વિકલ્પો હશે, તમારે 'Online Update Services' પર ક્લિક કરવાનું રહેશે.
-આ અપડેટ પછી અહીં તમે નામ, ડેટા એડ્રેસ વગેરે બદલી શકો છો. આધાર અપડેટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.
-તમારી સામે એક નવી વિન્ડો ખુલશે. તમે અહીં ક્લિક કરીને નામ અને સરનામું અપડેટ કરવાની પ્રક્રિયા કરી શકો છો. 'સરનામું' પર ક્લિક કરીને આગળ વધો.
-હવે તમારી સામે જે વિન્ડો ખુલશે તેમાં તમારું વર્તમાન સરનામું હશે. વિન્ડોની નીચે તરફ જવાથી તમને નવા સરનામાની વિગતો ભરવાનો વિકલ્પ મળશે.
-સરનામું અપડેટ કરવા માટે તમારે ડોક્યુમેન્ટ આપવું આવશ્યક છે. જેમાં વોટર આઈડી, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ, સ્કૂલ આઈડી કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. દસ્તાવેજ મેન્યુઅલી અથવા DigiLocker દ્વારા અપલોડ કરી શકાય છે.
-એ જ રીતે આગળનાં સ્ટેપ ફોલો કરો અને ચુકવણી સુધીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જાણકારી અનુસાર, જો આધાર અપડેટની વિનંતી સ્વીકારવામાં આવે છે તો તમને 14 અંકનો URN મળશે. તેની મદદથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.