khissu

24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી

વરસાદની સિસ્ટમ સક્રીય થતાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ રહેશે. આજે રાત્રે કચ્છ, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા , રાજકોટ, નવસારી, અને ડાંગ આ જિલ્લામા હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. જો કે અન્ય જિલ્લામા હળવા થી મધ્યમ વરસાદને લઈને ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

25 તારીખે વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે. જેમાં કચ્છ, બનાસકાંઠા, દમણ અને દાદરા નગર હવેલી, આ વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ અને સૂરત જિલ્લામા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.