khissu

પવનની દિશા બદલાતા ચોમાસું આગળ વધશે અને આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે અને ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે. 

સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આગામી 3 દિવસ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે તાપી, સુરત,ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, યલો અલર્ટ અપાયું છે તો આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આ સાથે આવતીકાલે સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.