khissu

ગુજરાત/ સામાન્ય વાવણીની તારીખો લખી લો; વાવાઝોડું આવશે? હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું?

નમસ્કાર મિત્રો, વર્ષ 2022નું ચોમાસુ હાલમાં પ્રગતિના પંથે છે. આવતા બે-ત્રણ દિવસમાં સત્તાવાર રીતે દક્ષિણ અરબી સમુદ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે. જોકે હવામાન વિભાગે પણ આજે જાહેરાત કરી દીધી છે કે હવે ગુજરાતમાં પણ આજથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

  • ગુજરાતમાં ચોમાસું/વાવણી ક્યારે પહોંચે?
  • કેરળમાં સતત વરસાદ પણ ચોમાસું જાહેર નહીં? કેમ?
  • અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, વરસાદ?

વહેલું ચોમાસું બેસી ગયુ
ભારતીય હવામાન વિભાગે અંદમાન નિકોબાર ટાપુઓ (રાજધાની પોર્ટબ્લેર સહિત), અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી ચોમાસુ પહોંચી ગયાની આધિકારીક જાહેરાત કરી દીધી છે, જ્યાં ચોમાસુ બેસવાની નોર્મલ તારીખ 22મે હતી, જોકે તેની નોર્મલ તારીખ કરતા 6 દિવસ વહેલું એટલે કે 16મે એ ચોમાસું પહોંચી ગયું છે.

આ પણ વાંચો: Gujrat weather update: કાળાભાઈ ભુરાભાઈની આગાહી, ગુજરાતમાં મુશળધાર વરસાદ, વાવાઝોડું જાણો શું કરી આગાહી

આ પણ વાંચો: આજે ચોમાસું બેસી જશે, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલ દ્વારા 6 આગાહી

ચોમાસાની Official જાહેરાત બાકી
દક્ષિણ ભારતના કેરળમાં સતત એક અઠવાડીયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને અને ચોમાસુ બેસવાની દરેક પરિબળો પણ કેરળમાં પૂર્ણ થઈ ચૂકયા છે. જોકે હવામાન વિભાગ વધારે ખોટું ન પડે તે માટે હજી તેમણે ઓફિશિયલ જાહેરાત કરી નથી.

ચોમાસુ જાહેર કરવાના દરેક માપદંડો હવામાન વિભાગ પાસે છે. સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસુ બેસતા હોય છે પરંતુ આ વર્ષે ખૂબ જ વહેલું ચોમાસું કેરળમાં શરૂ થઇ છે. હવામાન વિભાગ 25થી 27 તારીખ આસપાસ કેરળમાં ચોમાસુ બેસવાનું જાહેર કરી શકે છે કેમ કે તેમની નોર્મલ તારીખ ૧લી જુન છે. હવામાન વિભાગ જ્યાં સુધી ચોમાસું બેસવાનું જાહેર નહીં કરે ત્યાં સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવશે. એટલે કે સત્તાવાર જાહેરાત બાકી રહેશે અને ચોમાસુ-વરસાદ ચાલુ રહેશે. 

આ પણ વાંચો: ચોમાસું 2022નાં નક્ષત્રો: જાણો આ વર્ષે ક્યાં નક્ષત્રમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ? વાવણી કેવી? શું છે અનુમાન?

ગુજરાતમાં ચોમાસું ક્યારે?
હાલમાં જે કેરળ, અંદબાર-નિકોબાર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની રહી છે અને આગળ વધી રહી છે તેવી જ ગતિએ આગળ વધશે તો ગુજરાતમાં પણ ૨૪મે પછી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જો કે આવનાર બે-ત્રણ દિવસમાં દક્ષિણ અરબી સમુદ્રમાં ઘેરા વાદળો જોવા મળશે તેવું વેધર મોડલો જણાવી રહ્યા છે. 

કેરળમાં ચોમાસું બેસી ગયા પછી 10થી 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસુ બેસતું હોય છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ પહોંચવાની નોર્મલ તારીખ 15 જૂન છે. પરંતુ આ વર્ષે આઠ તારીખ નજીક ગુજરાતમાં ચોમાસુ પહોંચી શકે તેવા પ્રબળ પરિબળ જણાઈ રહ્યા છે. જોકે વરસાદી પરિબળો ખાસ ધ્યાનમાં લેવામાં આવશે ત્યાર પછી ચોમાસું જાહેર કરવામાં આવશે. 

ચોમાસું ગુજરાતમાં પહોંચવાની નોર્મલ તારીખો? 
ગુજરાતમાં સૌથી પહેલા 15 જૂન આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચતુ હોય છે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ૨૦ જૂને પછી ચોમાસુ પહોંચતું હોય છે. જ્યારે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં 25 જૂન પછી ચોમાસું પહોંચતુ હોય છે. જોકે સૌથી છેલ્લે રાજસ્થાન અને કચ્છમાં 30 જૂન આજુબાજુ વરસાદ પડતો હોય છે. આ એમની નોર્મલ તારીખો છે. આમાં ઘણા ફેરફારો થયા કરતા હોય છે.

આ પણ વાંચો: ચોમાસાના ઈતિહાસમાં નવા એંધાણ: ટિટોડીનાં ૬ ઈંડાંએ આપ્યાં નવાં ચોંકાવનારા સંકેતો, જાણી લો