આર ટી ઈ ( રાઇટ ટુ એજ્યુકેશન )એક્ટ 2009 થી અમલમાં મુકવામાં આવેલ છે. તેમાં ધોરણ 1 થી 8 સુધી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે.
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર ના નિયમો 2012 મુજબ નબળા અને વંચિત જૂથના બાળકોને 25% મુજબ પ્રવેશ આપવામાં આવે છે.
આ યોજના, ગુજરાત રાજ્યમાં આવેલ આર ટી ઈ એક્ટ કલમ 2 (n)(iv) હેઠળ આવતી તમામ બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળાઓની લાગુ પડે છે. ( જે પ્રાથમિક શાળાઓ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અથવા સરકાર દ્વારા વારંવાર ઠરાવવામાં આવે તેવા સક્ષમ અધિકારી દ્વારા મેળવેલ પ્રમાણ પત્ર મુજબ લઘુમતીનો દરજ્જો ધરાવતી હોય તેવી શાળાઓને નિયમ લાગુ પડશે નહીં. )
ધોરણ-૧માં મફત પ્રવેશ માટે પ્રવેશની સંખ્યા નક્કી કરવા બાબત :
ચાલુ બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળામાં ગયા વર્ષના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 માં નોંધાયેલ બાળકોની સંખ્યા માંથી આર ટી ઈ ની સંખ્યા બાદ કરી 25% મુજબ પ્રવેશ આપવામાં આવે છે.
બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળામાં મંજુર કરેલ વર્ગ દીઠ વધુમાં વધુ 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાતો હોવાથી વધુમાં વધુ 40 વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવા. પરંતુ વર્ગદીઠ ઓછી નોંધાયેલ સંખ્યા હોય તો તેને ધ્યાનમાં લેવી.
આ યોજના હેઠળ ધોરણ 1માં કોને પહેલા અગ્રતા મળશે?
ઉપરના ક્રમમાં 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકોને આવક મર્યાદા નો નિયમ લાગુ પડશે જો ગ્રામ્ય વિસ્તાર હશે તો વધુમાં વધુ 1, 20, 000 અને શહેરી વિસ્તાર હશે તોવધુમાં વધુ 1, 50, 000 ની રહશે.
RTE યોજના વિશે વધારે માહિતી મેળવવામાં વિડિયો જોવો.