જો તમારી જમીન માં કોઈ ગેર કાયદેસર કબ્જો કરી લીધો હોય તો તે જમીન છોડાવવા માટે પોલીસ સ્ટેશન ફરિયાદ માટે જવાનું નથી.
આવા કેસ મા જે તે જિલ્લાના કલેકટરશ્રી ને ફરિયાદ કરવાની રહેશે.
જે તે જમીન ના માલિકે તે જમીન પોતાની છે તે અંગેના જમીન ના પુરાવા અને તે જમીન ઉપર કોણે કબ્જો કર્યો છે અને કેવા માધ્યમથી કર્યો છે તે અંગેના કોઈ દસ્તાવેજો સાથે કલેટરશ્રી ને ફરિયાદ કરવાની રહેશે.
જિલ્લા કલકટરશ્રી ની કમિટી માં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર, શહેરી વિકાસ સત્તા મંડળ ના સીઈઓ, અધિક નિવાસી કલેકટર હોય છે. આ કમિટીએ દર 15 દિવસે બેઠક બોલાવાની હોય છે.
જિલ્લા કલેકટરશ્રીની કમિટીએ આ ફરિયાદ મળ્યેથી 21 દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે અને તેને લાગે કે ખરેખર જમીન પર ગેરકાયદેસર કબજો થયો છે તો તે પોલીસ ફરિયાદના આદેશ કરશે અને આ આદેશના 7 દિવસની અંદર પોલીસ ફરિયાદ નોંધાવી જરૂરી છે.
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસની તપાસની કાર્યવાહી 30 દિવસમાં પૂરી કરી તેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની રહેશે ત્યારબાદ આ અંગેનો કેસ વિશેષ અદાલતોમાં ચાલશે અને આ પ્રકારના ગુનાની તપાસ DySP કક્ષાના અધિકારીએ કરવાની રહશે.
પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કર્યા બાદ 6 માસની અંદર વિશેષ અદાલતે આ કેસનો નિકાલ લાવવાનો રહેશે.
આ કેસના પરિણામ સ્વરૂપ ખરેખર ગેરકાયદેસર જમીન કબજે થઈ હશે તો આરોપીને 10 વર્ષની સજાની જોગવાઈ છે અને તેને 14 વર્ષ સુધી લંબાવી પણ શકાય છે.
આ કેસમાં આરોપીને મદદ કરનાર વ્યક્તિ કે મંડળ હોય તો તેના પર પણ ગુનો દાખલ થાય છે. આ ઉપરાંત જેટલા સમય સુધી કબજો કર્યો હોય એટલા સમય નું માલિક ને થયેલું નુકશાન નો અંદાજ લગાવી થતી રકમ પણ આરોપી પાસેથી વસૂલવામાં આવશે.