ગાંધીનગરનાં જાણીતા જ્યોતિષ અંબાલાલ પટેલેજણાવ્યું હતું કે જૂન માસમાં પહેલી જૂનેસામાન્ય રીતે કેરળ કાંઠે ચોમાસું આવતું હોય છે, આ વખતે સમયથી પહેલા ચોમાસું આવી ગયું છે.
ઘણી વખત સમયથી ઘણું જ વહેલું આવે તો તેની ચોમાસા ઉપર અસર થતી હોય છે. ઘણો મોડો આવે તો પણ ચોમાસા ઉપર અસર નોધાય છે.
કેરળ પાસે ચોમાસાની ગતિવિધિ છે. આગામી દિવસોમાં તામિલનાડુ, આંદ્ર, ઓરિસ્સાનાં ભાગ અને કર્ણાટક ભાગ સુધી ચોમાસું આવી જવાની શક્યતા રહે. ૬ જૂનમાં રોહીણીનો નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે કેટલાક
ભાગમાં થવાની શક્યતા રહે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં અરબી સમુદ્રના ભેજને કારણે તા.૧ જૂનથી વાદળો આવી જાય અને આ વખતેઆંધી વંટોળનું પ્રમાણ વધારેર હેશે.
કચ્છનાં ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રનાં ભાગો, સુરેન્દ્રનગરનાં ભાગો, હળવદનાં ભાગોમાં અનેપાટણનાં ભાગોમાં ઉત્તર ગુજરાતનાં ભાગો, સમી હારીજનાંભાગ, બનાસકાંઠાનાં વાવનાં ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુરહી શકેછે.
પાછોતરા આંબાનાં પાકમાં આંચકાનાં પવનની અસર થઈ શકેછે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીની સાથે-સાથે ચોમાસું તા.૭થી ૧૦ જૂનમાં વલસાડનાં ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતતનાં ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથેઆવવાની શક્યતા રહે.
૧૫ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતનાં ભાગો, ક્દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં ચોમાસાની ગતિવિધિ થઈ શકેછે.
પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં ચોમાસાની ગતિવિધિ થઈ શકેછે. તા.૧૮-૧૯ જૂનમાં કેટલાક ભાગમાંવરસાદ થઈ શકે છે. તા.૧૯થી ૨૦, ૨૧ જૂનમાં મુંબઈ, મહારાષ્ટ્રનાં ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
તા.૨૨થી ૨૫ જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ ગુજરાતનાં કટેલાક ભાગમાં થઈ શકેછે.