ગુજરાતમાં આજે ક્યાં પડશે અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આજે ક્યાં પડશે અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેધરાજા ધમરોળે તેવી શક્યતાઓ છે.આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગાના જણાવ્યા અનુસાર આજે જામનગર, દેવભૂમિ દ્વારકા, અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

25 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ
26 જૂન ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
27 જૂન ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી
28 જુન ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદા નગર હવેલી

તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.