ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ અટકેલું ચોમાસું ફરી આગળ વધ્યું છે. ગઈ કાલે ચોમાસું અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લામાં સત્તાવાર રીતે જાહેર થઇ ચૂક્યું છે.
18 તારીખથી 22 તારીખ સુધીનું વરસાદ પૂર્વાનુમાન
ગુજરાતમાં 18 થી 22 તારીખ સુધીની વાત કરવામાં આવે તો જેમ છેલ્લા અઠવાડિયામાં વરસાદ નોંધાયો છે તેવી રીતે આગાહી જળવાઈ રહેશે, જોકે તેમની તીવ્રતા પાછળના દિવસો કરતા થોડી ઓછી હશે. જેમાં અમુક દિવસે ઓછા સીમીત વિસ્તારમાં તો અમુક દિવસોમા મધ્યમ વિસ્તારમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે. સાથે છૂટા છવાયા વિસ્તારમાં ઝાપટાથી માંડી ને સારો વરસાદ પણ જોવા મળશે.
થઈ જાવ તૈયાર; આવી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ, જાણો કઈ તારીખથી?
સૌથી વધારે વરસાદ કઈ વિસ્તારમાં?
આગાહીના દિવસો દરમિયાન સૌથી વધુ વરસાદની એક્ટિવિટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા તેને લાગુ વિસ્તારોમાં રહેશે. જ્યારે બીજે બધે તે વિસ્તારની સાપેક્ષ માં ઓછી એક્ટિવિટી રહેશે. ક્યાં દિવસે ક્યાં વિસ્તારમાં કેવી શકયતા રહેશે. જે વિસ્તાર હજુ વરસાદથી વંચિત છે તેને 22 તારીખ સુધી રાહ જોવી જ પડશે. ત્યાર બાદ એક મોટો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે.
શું કહે છે whether મોડેલનું આગોતરું એંધાણ?
આગાહી પછીના આઠથી દસ દિવસમાં એટલે કે 22-23 થી 2-3 તારીખ સુધીમાં બધી બાજુ એક સારો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી જાય તેવી શકયતા છે જેમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે. અહીંયા આગોતરા એંધાણને અનુમાન જ સમજવુ. જેમાં કુદરતી પરિબળો મુજબ ફેરફાર થઈ શકે છે.
નક્ષત્ર બદલાશે; ભરપૂર વાવણી લાયક વરસાદ લાવશે, ગુજરાત જાણો ક્યારે?
નોંધ- કુદરતી પરિબળોને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે છે,ખેતી કામો અને વાવાઝોડા માટે હવામાન વિભાગને અનુસાર.