Top Stories
વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના): જાણો આ યોજનાની લેટેસ્ટ અપડેટ અને યોજનાની સંપૂર્ણ જાણકારી

વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના): જાણો આ યોજનાની લેટેસ્ટ અપડેટ અને યોજનાની સંપૂર્ણ જાણકારી

નમસ્કાર મિત્રો...
આજે આપણે વિધવા સહાય યોજના શું છે? નવી અપડેટ શું છે? અને આ યોજનાનો લાભ કેેેવી રીતે મેળવો તેની માહિતી મેળવીશું. આ યોજનાનું નામ સરકાર શ્રીએ વિધવા સહાય યોજના માંથી બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરી નાખ્યું છે. આ યોજના અંતર્ગત અગાઉ જે લાભાર્થીને 1000 સહાય મળતી હતી તે વધારીને 1250 દર મહિને કરી નાખી છે. આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય? આધાર પુરાવા? ક્યાં ફોર્મ ભરી શકાય ? તમામ જાણકારી મેળવીશું.

વિધવા સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે?
18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓઓને આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થશે. National Social Assistance Programe હેઠળ ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સહાય અંતર્ગત BPL લાભાર્થી જેમની ઉંમર 40 વર્ષથી વધુ હોય તેવું વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. વિધવા સહાય મેળવવા માટે ગ્રમય કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માત્ર 1,50,000 ની જોગવાઇ સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે.

વિધવા સહાય પેન્શન યોજનામાં મળતી સહાય:- વિધવા સહાય યોજના હેઠળ અગાઉ લાભાર્થીને 1000 દર મહિને મળતા હતા. જેની રકમ વધારીને સરકારે 1250 દર મહિને કરી નાખી છે. આ યોજના અંતર્ગત મળતી સહાય પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા DBT મારફતે 1250 રૂપિયા જમાં કરવામાં આવે છે. વિધવા સહાય મેળવતા લાભાર્થીનુ અકસ્માતે મૃત્યુ થાય તો સરકાર તરફથી વારસદાર ને રૂપિયા 1,00,000 મળવાપાત્ર હોય છે.

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:
(1) પતિના મરણ નો દાખલો 
(2) આધાર કાર્ડ
(3) રેશન કાર્ડની નકલ
(4) આવક અંગેનો દાખલો
(5) વિધવા હોવા અંગેનો દાખલો
(6) પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટી શ્રીનું પ્રમાણપત્ર
(7) અરજદાર ની ઉંમર અંગે નો પુરાવો
(8) પાસપોર્ટ સાઈઝના બે ફોટો
(9) બેંક અથવા પોસ્ટ બુક

ફોર્મ ક્યાં ભરવું? 
ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના હેઠળ અગાઉ તાલુકા કક્ષાએ અરજી થતી હતી જે હવે ગ્રામ પંચાયત ખાતે VCE ની મદદથી કરી શકાશે અથવા તો તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે 18002335500 પર ફોન કરી માહીતી જાણી શકો છો.

વિધવા સહાય અરજીનું ઑનલાઇન સ્ટેટ્સ કેવી રીતે જાણી શકાય?
(1) સૌ પ્રથમ લાભાર્થીએ આ વેબસાઈટ ઓપન કરવી https://nsap.nic.in/
(2) NSAP વેબસાઈટ ખોલ્યા બાદ REPORT માં જવું.
(3) રિપોર્ટમાં Beneficiary Search, Track and Pay માં જવું.
(4) ત્યારબાદ “Pension Payment Details(New)" માં જવું.
(5) લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકશે.
Sanction Order No/Application No
Application Name
Mobile No.