Top Stories
1 રૂપિયાના રોકાણ વગર દર વર્ષે કરી શકો છો ₹2.88 લાખની કમાણી, સમજો PPF નું આ સીક્રેટ

1 રૂપિયાના રોકાણ વગર દર વર્ષે કરી શકો છો ₹2.88 લાખની કમાણી, સમજો PPF નું આ સીક્રેટ

જો તમે એક એવી સરકારી યોજના શોધી રહ્યાં છો જેમાં તમને ટેક્સમાં છૂટ મળે અને ગેરેન્ટેડ રિટર્ન મળે તો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) તમારા માટે એક શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. હકીકતમાં આ સ્કીમ ન માત્ર સુરક્ષિત છે પરંતુ લાંબા ગાળે રોકાણકારો માટે એક મજબૂત નિવૃત્તિ ફંડનું માધ્યમ પણ બની શકે છે. હકીકતમાં સરકાર દ્વારા સમર્થિત આ યોજના સંપૂર્ણ રીતે જોખમ મુક્ત છે અને તેમાં તમને EEE (Exempt-Exempt-Exempt) ટેક્સ બેનિફિટનો ફાયદો મળે છે- એટલે કે રોકાણની રકમ, તેના પર મળનાર વ્યાજ અને મેચ્યોરિટી પર મળનાર રકમ- ત્રણેય સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. આવો તમને સમજાવીએ કે પીપીએફથી વાર્ષિક કઈ રીતે થશે 2.88 લાખની કમાણી, આવો સમજીએ તેનું સીક્રેટ.

 

કોણ ખાલોવી શકે છે PPF એકાઉન્ટ?

કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકમાં પોતાના નામે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલાવી શકે છે. આ ખાતું સગીરના નામે પણ ખોલી શકાય છે, જેની દેખરેખ માતાપિતા અથવા વાલી દ્વારા કરવામાં આવે છે.

 

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે વ્યક્તિના નામે ફક્ત એક જ PPF ખાતું ખોલી શકાય છે. તેમાં કોઈ સંયુક્ત ખાતું સુવિધા નથી. તેથી, જો પતિ અને પત્ની બંને કામ કરતા હોય, તો તેઓ પોતાના નામે અલગ ખાતા ખોલી શકે છે. આનાથી પરિવારને બમણા કર લાભો અને રોકાણ લાભો મળે છે.

 

કેટલું વ્યાજ અને કેટલું રોકાણ કરી શકો?

વર્તમાનમાં સરકાર PPF પર 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે. હકીકતમાં આ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજના રૂપમાં મળે છે. એટલે કે દર વર્ષે તમારી જમા રકમ પર વ્યાજ મળશે અને ત્યારબાદ તે વ્યાજ પર વ્યાજ મળશે- તેનાથી તમારૂ રોકાણ ઝડપથી વધે છે. PPF એકાઉન્ટનો સમયગાળો 15 વર્ષનો હોય છે, જેને આગળ 5-5 વર્ષ માટે વધારી શકાય છે.

 

રોકાણની વાત કરીએ તો એક વ્યક્તિ વર્ષે લઘુત્તમ 500 અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરી શકે છે. જો પતિ-પત્ની બંને અલગ-અલગ ખાતું ખોલાવે છે તો કુલ 3 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.

 

કેટલું વ્યાજ મળશે?

માની લો કે તમે દર વર્ષે મહત્તમ 1.5 લાખ રૂપિયા PPFમાં 15 વર્ષ સુધી રોકાણ કરો છો તો 15 વર્ષ બાદ તમને મેચ્યોરિટી પર લગભગ ₹40,68,209 રૂપિયા મળશે. તેમાંથી લગભગ ₹18,18,209 રૂપિયાની કમાણી માત્ર વ્યાજથી થશે. એટલે કે તમે જેટલું રોકાણ કર્યું તેનાથી લગભગ 45 ટકા વધુ રિટર્ન માત્ર વ્યાજથી મળશે, તે પણ ટેક્સ ફ્રી.

 

સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં 15 વર્ષ માટે દર વર્ષે ₹1.5 લાખ જમા કરાવો છો, તો તમારી પાકતી મુદત ₹40,68,209 થશે. હવે, જો તમે આ રકમ તમારા ખાતામાં 7.1% ના વર્તમાન વ્યાજ દરે છોડી દો છો, તો તમને વાર્ષિક આશરે ₹2,88,842 વ્યાજ મળશે. આનો અર્થ એ છે કે કોઈપણ નવા રોકાણ વિના દર વર્ષે લાખો રૂપિયાની ગેરંટીકૃત કમાણી.

 

નવું રોકાણ કર્યા વગર કઈ રીતે મળશે લાખોનું વ્યાજ?

પીપીએફની સૌથી ખાસ વાત છે કે 15 વર્ષ પૂરા થયા બાદ તમે તે ખાતાને Extension Without Contribution** એટલે કે રોકાણ કર્યા વગર વધારી શકો છો.

 

આ સમયગાળા દરમિયાન, તમે પહેલાથી જ જમા કરેલી રકમ પર વ્યાજ મેળવતા રહેશો, એટલે કે તમારું બેલેન્સ દર વર્ષે કોઈપણ નવા રોકાણ વિના વધતું રહેશે.

 

ઉદાહરણ તરીકે, જો તમે 15 વર્ષ પછી તમારા ખાતાને વિસ્તૃત કરો છો અને ₹40 લાખ જમા કરાવો છો, તો તમે દર વર્ષે ફક્ત વ્યાજ તરીકે ₹2.88 લાખ સુધી કમાઈ શકો છો - આ બધું એક પણ રૂપિયાનું નવું રોકાણ કર્યા વિના.