આજકાલ આ હરીફાઇથી ભરપૂર માહોલમાં લોકો ઓછું રોકાણ કરી, વધુ ને વધુ કમાણી કરવા ઇચ્છતા હોય છે. તેથી જ ઓછા ખર્ચે સારો એવો નફો પ્રાપ્ત થઇ શકે એવો એક બિઝનેસ આઇડિયા લઇને અમે તમારી સમક્ષ હાજર થયા છીએ. શું તમે પણ ઓછા પૈસાનું રોકાણ કરીને સારો નફો મેળવવા માંગો છો? જો હા, તો આ બિઝનેસ તમારા માટે જ છે. આજે તમે એક એવા બિઝનેસ વિશે જાણશો, જેમાં તમારે વધારે રોકાણ કરવું જરૂરી નથી.
આ વ્યવસાયનું નામ છે રિસાયક્લિંગ બિઝનેસ (Recycling Business). કાટમાળના આ વ્યવસાય (રિસાયક્લિંગ બિઝનેસ) નો અવકાશ વિશાળ છે. વિશ્વમાં, દર વર્ષે 2 અબજ ટનથી વધુ કચરો ઉત્પન્ન થાય છે. તે જ સમયે, ભારતમાં પણ 277 મિલિયન ટનથી વધુ જંક ઉત્પન્ન થાય છે.
મોટી સમસ્યાને વ્યવસાયમાં ફેરવી દીધી
આટલી વિશાળ સંખ્યામાં જંકનું મેનેજમેન્ટ કરવું એ સૌથી મુશ્કેલ બાબત છે. આવી મુશ્કેલ સ્થિતિમાં, હવે લોકોએ સમજદારી દાખવીને વેસ્ટ મટિરિયલમાંથી ઘરમાં ઉપયોગી થાય એવી વસ્તુઓ, પેઇન્ટિંગ્સ,ઘરેણાં, આકર્ષક શો પીસ જેવી વસ્તુઓ તૈયાર કરીને આ મોટી સમસ્યાને વ્યવસાયમાં ફેરવી દીધી છે. ઘણા લોકોએ તો આ જંક બિઝનેસમાંથી પોતાનું ભવિષ્ય પણ બનાવ્યું છે અને આજે લાખોનો નફો પણ કરી રહ્યા છે.
વ્યવસાય કેવી રીતે શરૂ કરવો?: આ વ્યવસાય (રિસાયક્લિંગ બિઝનેસ) શરૂ કરવા માટે, સૌથી પહેલા તો તમારે તમારી અને તમારા ઘરની આસપાસનો કચરો એકત્ર કરવો જોઈએ. તમે તમારી ઈચ્છા મુજબ મહાનગરપાલિકા પાસેથી પણ કચરો લઈ એકત્ર કરી શકો છો અથવા તો ઘણા ગ્રાહકો પાસેથી પણ કચરો સામગ્રી તમે ખરીદી શકો છો. પછી તે જંકને સાફ કરો! પછી તેને અલગ-અલગ ડિઝાઇનમાં કન્વર્ટ કરો અને કલરિંગ કરીને તેને સજાવો.
શું આ બિઝનેસથી ખરેખર ફાયદો થશે?: હા, ચોક્કસ ફાયદો તો થશે જ, તો ચાલો આપણે આમાંથી લાખો રૂપિયા કમાતા એક નામચિહ્ન વ્યક્તિ વિશે જાણીએ. આ બિઝનેસ કરતા 'ધ કબાડી.કોમ' સ્ટાર્ટઅપના માલિક શુભમ. તેઓ આ અંગે માહિતી આપતા કહે છે કે શરૂઆતમાં તેઓએ એક રિક્ષા, એક ઓટો અને ત્રણ લોકો સાથે મળીને આજુ-બાજુનાં ઘરોમાંથી કચરો એકત્ર કરવાનું શરૂ કર્યુ હતું! આજે તેમનું એક મહિનાનું ટર્નઓવર આઠથી દસ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે! આ કંપનીઓ એક મહિનામાં 40 થી 50 ટન કાટમાળ ઉપાડે છે.