શું તમે જાણો છો RTI વિશે ? | નાગરિકો ને અધિકાર છે માહિતી મેળવવાનો.
12:00 AM, 12 January 2022 - Team Khissu
શું તમે જાણો છો RTI વિશે ? | નાગરિકો ને અધિકાર છે માહિતી મેળવવાનો.
https://khissu.com/guj/post/you-know-of-rti-nagrik-na-mulbhut-adhikaro
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
RTI નું પૂરું નામ Right To Information ( માહિતી મેળવવાનો અધિકાર ) છે.
- મિત્રો, આ સુવિધા થી તમે કોઈ પણ સરકારી સંસ્થા અથવા કાર્યાલય માંથી શંકાસ્પદ અથવા કોઈપણ પ્રકારની માહિતી મેળવી શકો છો.
- આ એક એવો એક્ટ છે જે નાગરિકોના હિત માટે લાગુ કરવામાં આવ્યો છે.
- પહેલાં જે સરકારી કર્મચારીઓ કામ કરવામાં આળસ કરતા હતા અને નાગરિક ના પૂછવા છતાં કોઈ જવાબ આપતા ન હતા ત્યારે આ એક્ટ અન્વયે જો કોઈપણ નાગરિક તેની પાસે કોઈપણ પ્રકારની માહિતી માંગશે તો જે તે સરકારી કર્મચારીએ તેની માહિતી ફરજિયાત આપવી પડશે.
- મિત્રો તમને જણાવી દઉં કે આ પહેલાં 1997 માં નાગરિક અધિકાર પત્ર ( Citizen Charter Act ) અને 2020 માં જન સેવા કેન્દ્રો ની શરૂઆત કરી હતી પરંતુ સમયાંતરે નિષ્ફળ ગયા.
- નિષ્ફળ જવા પાછળ નું કારણ એ હતું કે કર્મચારીઓ સરખું કામ કરતા ન હતા અને નાગરિકો ને સરખો જવાબ પણ આપતા ન હતા તેમ છતાં તેને કોઈ દંડની જોગવાઈ હતી નહિ.
- આ એક્ટ મુજબ જો કોઈ કર્મચારી નાગરિક ને માહિતી નહીં આપે તો તેને દંડ થવા પાત્ર છે.
હવે વાત કરીએ RTI act ક્યારે અમલમાં આવ્યો ?
- વિશ્વમાં RTI ની શરૂઆત અમેરિકા થી થઈ.
- જો કાયદો સૌ પ્રથમ બન્યો હોઈ તો તે સ્વીડન માં બન્યો.
- તો ભારત માં RTI નો એક્ટ ૧૫ જૂન ૨૦૦૫માં આવ્યો અને સૌપ્રથમ તમિલનાડુ રાજ્યમાં તેનો અમલ થયો
- આપણા ગુજરાતમાં ૨૨ માર્ચ ૨૦૧૦ થી અમલ માં આવ્યો.
હવે જાણી લઈએ કે માહિતી કેવી રીતે મેળવવી ?
- મિત્રો માહિતી કોઈપણ સરકારી કચેરી પાસેથી મેળવી શકો છો પછી એ કોઈ સામાન્ય કચેરી હોઈ, પોલીસ સ્ટેશન હોઈ કે હાઇકોર્ટ હોય.
- તમને શંકા જાય કે અમારું કામ બરાબર થતું નથી તો તમે એના વિશે પણ જે તે શાખા પાસેથી માહિતી મેળવી શકો છો કે અમારું આ કામ ક્યાં પહોંચ્યું.
હવે માહિતી માટે નીચે ફોર્મ માં નમૂના - ક થી નમૂના - છ વિશે માહિતી મેળવી લઈએ.
૧) નમૂના - ક : ( અરજી ફોર્મ )
- મિત્રો માહિતી મેળવવા માટે નમૂના - ક ફોર્મ માં અરજી કરવાની હોય છે.
- અને આ અરજી સાથે ૨૦ રૂ! નો સ્ટેમ્પ અથવા રોકડ થી ૨૦ રૂ! દેવના હોય છે. ( BPL કાર્ડધારકો એ ૨૦ રૂ! ભરવાપાત્ર રહેશે નહિ. )
૨) નમૂનો - ખ : ( પૈસા ભરવાની જાણ )
- મિત્રો નમૂના - ખ માં જેતે સરકારી કાર્યાલય માંથી તમને માહિતી ની ઝેરોક્ષ અથવા ફોટા માટે પૈસા ભરવાની જાણ કરવામાં આવે છે.
પૈસા વિશે ની થોડી માહિતી મેળવી લઈએ:
RTI ના ચાર્જ :
- ૧ પેજ ના - ૨ રૂ !
- C.D માં માહિતી લેવા - ૫૦ રૂ !
- દફતર મા જઈને નિરીક્ષણ કરવા
- પ્રથમ અડધો કલાક - ફ્રી
- ત્યારબાદ દર અડધા કલાકે - ૨૦ રૂ !
હાઇકોર્ટ ના ચાર્જ :
- અરજી ફી - ૫૦ રૂ !
- ૧ પેજ ના - ૫ રૂ !
- C.D માં માહિતી લેવા - ૧૦૦ રૂ !
૩) નમૂનો - ગ : ( જેમાં માહિતી આપવામાં આવે )
- નમૂના - ગ માં તમને માહિતી પૂરી પાડવામાં આવે છે.
- આ માહિતી તમે અરજી કર્યાના ૩૦ દિવસમાં આપવામાં આવે છે.
૪) નમૂનો - ઘ : ( અરજી ખોટા વિભાગ માં થઇ જાય તો)
- જો તમે અરજી ખોટા વિભાગ માં કરી હશે તો તે અરજી નમૂના - ઘ માં તબદીલ કરશે અને તમને જાણ કરી દેવામાં આવશે અથવા સાચા વિભાગ માં મોકલી દેશે.
૫) નમૂનો - ચ : (જો તમને માહિતી ન આપે તો )
- જો તમને ૩૦ દિવસમાં જવાબ ન મળે તો તમારે તેની ફરિયાદ એપલેટ અધિકારીને (નમૂના - ચ) માં કરવાની રહેશે.
- એપલટ અધિકારી ૪૫ દિવસ માં તેનો નિકાલ લાવશે.
- અને જો એપ્લેટ અધિકારી પણ ૪૫ દિવસ માં જવાબ ના આપે તો ૬૦ દિવસ ની અંદર રાજ્ય માહિતી આયોગ ને અપીલ કરવાની રહેશે.
( મિત્રો ખાતરી પૂર્વક જણાવી દઉં કે તમને નમૂના - ક અરજી કરતા જ ૩૦ દિવસ માં માહિતી મળી જશે. કેમકે જો આપણે તેનાથી ઉપર કોઈ ફરિયાદ કરીએ તો જેતે કર્મચારી અથવા અધિકારીને દંડ થવા પાત્ર છે.)
તો ચાલો જાણી લઈએ કે જેતે અધિકારી માહિતી નહીં આપે તો તેને શું દંડ થશે?
- અરજી કર્યા ના ૩૦ દિવસ પછી જો માહિતી નથી મળતી તો ૩૧ માં દિવસથી જેતે કર્મચારીને ૧ દિવસ ના ૨૫૦ રૂ ! લેખે જ્યાં સુધી માહિતી ના આપે ત્યાં સુધી દંડ રહેશે.
આમ તેને વધુમાં વધુ ૨૫૦૦૦ રૂ ! નો દંડ થવા પાત્ર છે.
૬) નમૂનો - છ : (માહિતી આપવામાંથી મુક્તિ)
- મિત્રો અમુક એવી માહિતી હોય છે કે જે બહુ મહત્વની અથવા સરકારને નુકશાન પહોંચાડે અથવા કોઈ વ્યક્તિને નુકશાન પહોંચાડે તેવી હોય છે.
- તો જો તમે તેની પાસે એવી માહિતી માંગો છો તો તે માહિતી આપવા બંધાયેલા નથી.
- તો જે તે કર્મચારી નમૂના - છ માં લખી તમને જાણ કરશે કે અમે આ માહિતી આપી નહિ શકીએ. ( મતલબ માં નમૂના - છ દ્વારા તમને જાણ તો અવશ્ય કરશે.)
મિત્રો હું આશા કરું છું કે RTI વિશેની તમામ જાણકરી તમને સમજાઈ ગઈ હશે .જો તમને આ વિશે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી દેજો.