હાલ એક મહિલાની ફાંસી ખૂબ જ ચર્ચામાં આવેલી છે. જેમાં પરિવાર ના સાત સભ્યો ની હત્યા કરનાર શબનમને ફાંસી આપવામાં આવશે. આઝાદી બાદ પ્રથમ વખત કોઈ મહિલાને ફાંસી આપવામાં આવશે. આ દરમિયાન, બીજી એક બાબત વિશે પણ ચર્ચાઓ થતી હોય છે કે ફાંસીની સજા મળ્યાં બાદ જેના પર કેદીને ફાંસી આપવામાં આવે છે, તે ફંદાનુ શું કરવામાં આવે છે? સામાન્ય રીતે આપણા દેશ ભારતમાં તેને સળગાવી દેવામાં આવે છે, પરંતુ દુનિયાભરમાં અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ પ્રચલિત છે.
10 મી સદીથી કેદીને ફાંસીના ફંદે ચડાવવાની પ્રથા શરૂ થઈ હતી. ફાંસી ના સમયે વપરાયેલા દોરડાની અંધશ્રદ્ધા પણ ત્યારથી જ પ્રચલિત છે. હકીકતમાં, જ્યારે બ્રિટનમાં ફાંસી આપવામાં આવતી ત્યારે આ દોરડું જલ્લાદને આપી દેવામાં આવતું હતું. પરંતુ આ પછી, લોકોમાં આ અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ કે જો તમે દોરડાના ટુકડાને ઘરે રાખશો અથવા લોકેટ બનાવી પહેરશો, તો તમારું નસીબ બદલાય જશે.
બ્રિટનના જલ્લાદો આ દોરડાના ટુકડા કાપીને વેચતા અને લોકો તેમને ખરીદી લેતા. જો કે, 1965માં બ્રિટનમાં આ બાબત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ બ્રિટનમાં મૃત્યુની સજા આપવામાં આવતી ત્યારે તે લોકોના મનમાં એવી અંધશ્રદ્ધા હતી કે જે વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય તે સજા આપ્યાં બાદ તે વ્યક્તિના અંગોને રાખવામાં આવે, તો તેનાથી તમે રોગોથી દૂર રહેશો અને તમારું નસીબ ઉઘડશે એવી અંધશ્રદ્ધા બ્રિટનમાં પ્રસિદ્ધ હતી.
ઘણી બધી અંધશ્રદ્ધાઓ જુદા-જુદા દેશોમાં જાણીતી છે. ચીનમાં ફાંસી આપ્યા બાદ જલ્લાદો તેના લોહીને વેંચી નાખે છે, જેનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે.
યુરોપના દેશોમાં આવી માન્યતા હતી કે ફાંસી ના ફંદા ને જો સ્પર્શ કરવામાં આવે તો ચામડી, પેટ અને ગળાની બીમારીઓ થી છુટકારો મળી શકે છે.