Top Stories
khissu

રોટાવેટર લેવા પર મળશે તમને ૪૦% ની સહાય : જાણો સંપૂર્ણ માહિતી

રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સહાય મળી રહે તે માટે  ૬૦ અરજીઓ ચાલુ કરી  છે. જેમાં રોટવેટર જે ખેડૂતને લેવું હોય તે ખેડૂત મિત્રો નીચે દર્શાવેલ વિગતો મુજબ અરજી કરી શકશે. કેટલી સહાય ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે ?, ક્યાં અરજી કરવાની રહેશે વગેરે માહિતી આપેલી છે. તો માહિતી હવે વિગતવાર જાણીએ.

અરજી કરવાનો સમય ગાળો :-
 

 0૬/૦૩/૨૦૨૧ થી  30/૦૪/૨૦૨૧ સુધી

અરજી ક્યાં કરવાની રહેશે ? :- 
 

દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે. 

જરૂરી આધાર પુરાવા :- 
 

 (૧) ૭/૧૨ ૮ અ ની નકલ

(૨) આધાર કાર્ડ ની નકલ

(૩) બેંક પાસબુક ની નકલ

(૪) અનું. જાતિ કે અનુ. જનજાતિ ખેડૂત હોય તો જાતિના દાખલાની નકલ

(૫) અરજી કરેલ અરજીની પ્રિન્ટ

(૬) રેશનકાર્ડ ની નકલ 

ઉપર જણાવેલ અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક ને સાત દિવસની અંદર જમાં કરાવવાના રહેશે.
 

 

સહાય ધોરણ કેટલું રહેશે ? તે જાણી લઈએ 

AGR 2 (FM)  માટે સહાય નુ ધોરણ :- 
 

અનુ જાતિ/ જનજાતિ સિવાયના ખેડૂતો માટે  ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ૫ ફીટ કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૩૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.  ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ૫ ફીટ  કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે ૬ ફીટ  કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૩૫,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે. ૭ ફીટ કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૩૮,૧૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે. ૮ ફીટ  કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૪૦,૩૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે અનુ .જાતિ/જન જાતિ સિવાયના નાના/ સિમાંત મહિલા ખેડૂતો માટે ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ૫ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૪૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ૫ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૪૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. ૬ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૪૪,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે. ૭ ફીટ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૭,૬૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે ૮ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૫૦,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.

 NFSM WHEAT માટે સહાય ધોરણ :-

 જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦% અથવા રૂ.૩૫,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૩૮,૧૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ  SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦% અથવા રૂ.૪૪,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૪૭,૬૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર રહેશે.

 NFSM PULSES માટે સહાય ધોરણ :-
 

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે  જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૫,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૩૮,૧૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ  SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦% અથવા રૂ.૪૪,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૪૭,૬૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર રહેશે. 
 

NFSM RISE માટે સહાય ધોરણ :-
 

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦% અથવા રૂ.૩૮૧૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦% અથવા રૂ.૪૭૬૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. 
 

NFSM માટે સહાય ધોરણ :-
 

અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે  ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. 
 

ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ૫ ફીટ  કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૪૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ૫ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૪૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. ૬ ફીટ  કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૪૪,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે ૭ ફીટ કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૪૭,૬૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે ૮ ફીટ  કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ. ૫૦,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.

 RKVY CDP માટે સહાય ધોરણ :-

તમાકુ પાક ઉગાડતા ખેડૂતો માટે ખેડૂતોને તમાકુ પાકને બદલે અન્ય પાક વાવવા માટે પ્રોત્સાહીત કરવા માટે ટ્રેકટર સંચાલીત ઓજાર પર સામાન્ય ખેડૂતો માટે ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. તથા ST/SC/નાના/સિમાંત/મહીલા ખેડુતો માટે ૧૦% વધુ ૬૩૦૦૦/- ની મર્યાદામાં વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. 
 

NFSM (Oilseeds and Oil Palm) માટે સહાય ધોરણ :-
 

સામાન્ય વર્ગના ખેડૂતો માટે ૩૫ HP ટ્રેક્ટર થી વધુ થી ચાલતા ૫ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૪,૦૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે, ૬ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૫,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે, ૭ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૮,૧૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે, ૮ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૪૦,૩૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે. અનુ જાતિ/ જનજાતિ/ નાના- સિમાંત ખેડૂતો માટે ૩૫ HP ટ્રેક્ટર થી વધુ થી ચાલતા ૫ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૨,૦૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે, ૬ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૪,૮૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે, ૭ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૭,૬૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે, ૮ ફીટ ના રોટાવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦,૪૦૦/- એ બે માંથી જે ઓછુ હોય તે. 

  

ખરીદી ક્યાંથી કરવાની રહેશે ? 

ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.