Top Stories
શું તમે પણ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો? આ રહી સરકાર ની ટોપ 5 યોજના, જાણો વિશેષ માહિતી

શું તમે પણ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો? આ રહી સરકાર ની ટોપ 5 યોજના, જાણો વિશેષ માહિતી

જો તમે સરકારી યોજનાઓનો લાભ લેવા ઈચ્છો છો. પરંતુ કંઈ યોજના હાલ શરૂ છે ? અને સૌથી બેસ્ટ યોજના કઇ છે તે નથી જાણતા તો અમે તમને એવી ટોપ 5 યોજના વિશે જાણકારી આપશું, જે સામાન્ય માણસ તથા ખેડૂત મિત્રો સરળતાથી લાભ લઈ શકે છે. આ પાંચ યોજનામાં સરકાર સહાય આપે છે અને સરકાર દ્વારા પૈસા પણ આપવામાં આવે છે. તો જાણી લઈએ ટોપ 5 યોજના વિશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના:- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત પરિવારો ને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જે ચાર મહિનાના સમયગાળામાં 2000 નાં ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
(1) બે હેકટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈને વર્ષે 6000 રૂપિયા મેળવી શકે છે.
(2) રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થશે.
(3) સરકારમાં વર્તમાન કે પૂર્વ મંત્રી, રાજ્યસભા અથવા લોકસભાના સભ્ય, કોઈ પણ નગરપાલિકાનાં મેયર અથવા સરકારી નોકરી કરતાં કોઈપણ કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહિ.
(4) તમામ નિવૃત્ત અધિકારી કે જેઓને 10,000 રૂપિયા માસિક પેન્શન મળતું હોય તે પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહિ.
(5) ડોકટર, એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટેટ જેવી નોકરી કરતા લોકો પણ આ યોજના નો લાભ લઇ શકશે નહિ.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના:- મહિલાઓ માટે જો મોદી સરકાર ની સૌથી સફળ યોજના હોય તો તે ઉજ્જવલા યોજના છે. આ યોજના 1 મે 2016 માં રોજ ઉત્તર પ્રદેશ નાં બલિયા થી શરુ કરવામાં આવી હતી.  આ યોજનાનો હેતુ ગરીબ પરિવારોને મફતમાં ગેસ સિલિન્ડર આપવાનો છે. જો તમારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું છે. તો સૌપ્રથમ તમારે ઉજ્જવલા ગેસ કનેક્શન લેવું પડશે. ગેસ કનેક્શન મેળવવા માટે BPL કાર્ડ ધારક પરિવાર ની કોઈપણ મહિલા અરજી કરી શકે છે. દેશના 8.3 કરોડ પરિવારો ને આ યોજનાનો લાભ મળ્યો છે. 1 ફેબ્રુઆરી 2021 નાં રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારામન બજારમાં ઉજ્વલા યોજના નો લાભ 1 કરોડ લાભાર્થીને ફ્રી માં ઉપલબ્ઘ કરાવવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના:- પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ઓછી આવક ધરાવતા જૂથ એટલે કે EWS અને લોઅર ઇન્કમ ગ્રૂપ એટલે કે LIG ને ઉપલબ્ધ ક્રેડિટ લિંક સબસિડી યોજના હેઠળ લાભ મેળવી શકે છે. EWS જૂથમાં આવતા લોકો હોમ લોન વ્યાજ પર 2.60 લાખ રૂપિયાનો લાભ લઈ શકે છે. જે લોકોની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે તે EWS કેટેગરી માં આવે છે. જે લોકોની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધુ છે તે LIG કેટેગરી હેઠળ આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત આ બંને કેટેગરી માં 6.5 ટકા સુધીની વ્યાજ સબસિડી મેળવી શકાય છે.આ યોજનાની વધુ માહિતી તમે pmujjwalayojana.com પર મેળવી શકો છો.

આયુષ્યમાન ભારત યોજના:- આયુષ્યમાન ભારત યોજના હેઠળ સમાજના ગરીબ વર્ગને આરોગ્ય વિમા ની સુવિધા મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આયુષ્યમાન યોજના ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના અંતર્ગત દેશના 10 કરોડ પરિવારો ને વાર્ષિક 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળી રહ્યો છે. સરકાર એવું ઈચ્છે છે કે ગ્રામીણ ગરીબ પરિવારો અને શહેરી ગરીબ વર્ગના લોકોને સ્વાસ્થ્ય વીમો મળી રહે.

મુદ્રા યોજના:- પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ દ્વારા નાના અને મઘ્યમ ઉદ્યોગપતિઓને લોન આપવામાં આવે છે.આ લોન બિન કૃષિ ક્ષેત્રમાં નાના વ્યવસાયને પ્રોત્સાહન આપે છે અને અને રોજગાર વધારવામાં મદદરૂપ થાય છે. આ યોજનાને 8 એપ્રિલ 2015 નાં રોજ શરૂ કરવામાં આવી હતી. અને આ અંતર્ગત 5.71 લાખ કરોડની લોનનુ વિતરણ કરવામાં આવ્યું છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.