જો તમે લાંબા ગાળે તમારા પૈસા બમણા કરવા માટે કોઈ નક્કર વિકલ્પ શોધી રહ્યા છો, તો FD એ એક અસરકારક વિકલ્પ છે. દેશની સૌથી મોટી બેંક SBIમાં ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FDની સુવિધા પણ મળે છે. SBI વિવિધ મેચ્યોરિટીની FD પર ગ્રાહકોને 3.5 ટકાથી 7 ટકા વાર્ષિક વ્યાજ આપે છે. SBI ની FD સ્કીમ વરિષ્ઠ નાગરિકો માટે લાંબા ગાળાના રોકાણ માટે સારો વિકલ્પ છે.
SBI: 7 દિવસથી 10 વર્ષ સુધીના વ્યાજ દરો
વ્યાજ સામાન્ય માણસોને- વરિષ્ઠ નાગરિકોને
7 દિવસથી 45 દિવસ 3.4%-4.0%
46 દિવસથી 179 દિવસ 5.5%-6.0%
180 દિવસથી 210 દિવસ 6.25%-6.75%
211 દિવસથી 1 વર્ષથી ઓછા 6.5%-7.0%
1 વર્ષથી 2 વર્ષથી ઓછા 6.8%-7.3%
2 વર્ષથી 3 વર્ષથી ઓછા 7.0%-7.5%
3 વર્ષથી 5 વર્ષથી ઓછા 6.75%-7.25%
5 વર્ષ અને 10 વર્ષ સુધી 6.50%-7.50%*
ધારો કે, નિયમિત ગ્રાહક SBIમાં 10 વર્ષની FDમાં 10 લાખ રૂપિયા જમા કરે છે. SBI FD કેલ્ક્યુલેટર મુજબ, રોકાણકારને પાકતી મુદત પર 6.5 ટકા વાર્ષિક વ્યાજ દરે કુલ રૂ. 19,05,559 મળશે. આમાં વ્યાજમાંથી 9,05,559 રૂપિયાની નિશ્ચિત આવક થશે. એટલે કે, તમારી જમા રકમ લગભગ બમણી થઈ જશે.
બીજી તરફ, એક વરિષ્ઠ નાગરિક SBIની 10 વર્ષની FDમાં 10 લાખ રૂપિયા જમા કરાવે છે. SBI FD કેલ્ક્યુલેટર મુજબ, વરિષ્ઠ નાગરિકોને પાકતી મુદત પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ દરે કુલ રૂ. 21,02,349 મળશે. આમાં વ્યાજમાંથી 21,02,349 રૂપિયાની નિશ્ચિત આવક થશે. એટલે કે, તમારી જમા રકમ બમણીથી વધુ થઈ જશે.
બેંક એફડી સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે. જોખમ ન લેતા રોકાણકારો માટે આ એક સારો વિકલ્પ છે. કલમ 80C હેઠળ ટેક્સ મુક્તિ 5 વર્ષની ટેક્સ સેવિંગ FD પર ઉપલબ્ધ છે. જો કે, FDમાંથી મળતું વ્યાજ કરપાત્ર છે.
આવકવેરા નિયમો (IT નિયમો) અનુસાર, FD સ્કીમ્સ પર ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) લાગુ પડે છે. એટલે કે, FDની પાકતી મુદત પર મળેલી રકમ તમારી આવક તરીકે ગણવામાં આવશે અને તમારે સ્લેબ રેટ મુજબ ટેક્સ ચૂકવવો પડશે. કર કપાતમાંથી મુક્તિ માટે, થાપણદાર ફોર્મ 15G/15H સબમિટ કરી શકે છે.