Top Stories
માત્ર પીએમ કિસાન યોજના જ નહિ, આ 4 યોજનાનો લાભ લેવો સરળ...

માત્ર પીએમ કિસાન યોજના જ નહિ, આ 4 યોજનાનો લાભ લેવો સરળ...

ખેતી એ માત્ર મહેનતનું જ કામ નથી, એક આર્થિક રોકાણ પણ છે. ઘણા ખેડૂતો પાસે પૂરતી આર્થિક સગવડ ન હોવાથી તેઓ આધુનિક ખેતીથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિમાં સરકાર ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા મદદરૂપ થઈ રહી છે. આ યોજનાઓ ખેડૂતોને પાણી, ખાતર, બિયારણ અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરે છે, સાથે જ તેમને આર્થિક સુરક્ષા પણ આપે છે. ચાલો જાણીએ, પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત ખેડૂતો માટે કઈ કઇ યોજનાઓ ઉપલબ્ધ છે અને તેનો કેવી રીતે લાભ લઈ શકાય તેની સંપુર્ણ માહિતી અહિથી મેળવિશું.

1. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના:

ખેતીમાં પાણી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટપક સિંચાઈ, ફુવારા સિંચાઈ અને પાણીના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન માટેની અન્ય ટેક્નોલોજીઓ અપનાવવા માટે સબસિડી આપવામાં આવે છે. આનાથી ખેડૂતો પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે અને પાક ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
આ યોજના કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, પૂર કે કમોસમી વરસાદથી થતા પાક નુકસાન સામે આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને વીમા કંપની તરફથી વળતર ચૂકવવામાં આવે છે. આ વળતર તેમને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં મદદ કરે છે. ખેડૂતો પાક વાવણી સમયે જ આ યોજના હેઠળ પોતાનો પાક વીમો ઉતરાવી શકે છે.

આ યોજના હેઠળ ખેડૂતોને વોટર સ્પ્રિંકલર, ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ જેવા આધુનિક સિંચાઈ સાધનો માટે 50% થી લઈને 90% સુધીની સબસિડી મળે છે. આનાથી ખેડૂતો ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકે છે. ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે નજીકના કૃષિ વિભાગ કે આત્મા પ્રોજેક્ટ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતી માટે જરૂરી નાણાં ઓછા વ્યાજ દરે અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. ખેડૂતો આ કાર્ડ દ્વારા ખેતી માટે જરૂરી ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને અન્ય ખર્ચ માટે લોન મેળવી શકે છે. આ ઉપરાંત, આ કાર્ડ દ્વારા વીમા અને અન્ય નાણાકીય સેવાઓનો પણ લાભ લઈ શકાય છે. ખેડૂતો આ યોજના માટે નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના:
આ યોજના કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, પૂર કે કમોસમી વરસાદથી થતા પાક નુકસાન સામે આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને વીમા કંપની તરફથી વળતર ચૂકવવામાં આવે છે. આ વળતર તેમને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં મદદ કરે છે. ખેડૂતો પાક વાવણી સમયે જ આ યોજના હેઠળ પોતાનો પાક વીમો ઉતરાવી શકે છે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના:
આ યોજનાનો હેતુ ખેતીમાં સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને ખેડૂતોને વધારાની આવકનું સાધન પૂરું પાડવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતો પોતાની ખેતીની જમીન પર સોલાર પ્લાન્ટ લગાવી શકે છે. વધારાની વીજળી સરકારને વેચીને વધારાની આવક મેળવી શકે છે, અને સોલાર પંપથી સિંચાઈની સુવિધા પણ મેળવી શકે છે. ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ની વેબસાઈટ પર અરજી કરી શકે છે.

આ યોજનાઓનો લાભ લઈને ખેડૂતો પોતાની આવક વધારી શકે છે અને ખેતીને વધુ સમૃદ્ધ બનાવી શકે છે. આજે જ નજીકના સરકારી કાર્યાલયનો સંપર્ક કરો અને આ યોજનાઓ વિશે વધુ માહિતી મેળવો