Top Stories
સરકાર ટકોરો મારીને આપે છે ગેરંટી, 80,000 રૂપિયાનું વ્યાજ મળશે જ મળશે, રોકાણ કરવા માટે લોકોની પડાપડી

સરકાર ટકોરો મારીને આપે છે ગેરંટી, 80,000 રૂપિયાનું વ્યાજ મળશે જ મળશે, રોકાણ કરવા માટે લોકોની પડાપડી

Post Office Scheme: શેરબજારથી માંડીને એફડી સુધી, ભારતના મોટી સંખ્યામાં લોકો તેમના જોખમ પ્રમાણે અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. જે લોકો જોખમ ટાળવા માંગે છે, તેઓ સરકારી યોજનાઓમાં રોકાણ કરે છે. મોટાભાગના લોકો પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આવી સ્થિતિમાં અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે માહિતી આપી રહ્યા છીએ, જે તમને 80,000 રૂપિયાનું વળતરની ગેરંટી આપશે.

આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમારે એકસાથે પૈસા જમા કરાવવાની જરૂર નથી. તમે દર મહિને તમારા પગારમાંથી બચત કરીને રોકાણ કરી શકો છો. આ સ્કીમ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ છે, જે વાર્ષિક 6.7 ટકા વ્યાજ આપે છે. કોઈપણ નાગરિક આ યોજના હેઠળ રોકાણ કરીને નફો કમાઈ શકે છે.

સગીરના નામે પણ ખાતું ખોલાવી શકાય છે

દર મહિને રોકાણ કરવાની આ સ્કીમ જોખમ મુક્ત છે અને તમે પોસ્ટ ઓફિસ આરડીમાં ઓછામાં ઓછા રૂ. 100 સાથે રોકાણ શરૂ કરી શકો છો, જ્યારે તેની કોઈ મહત્તમ મર્યાદા નથી. આરડીમાં સગીર ના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો કે, આમાં વાલીઓએ દસ્તાવેજ સાથે તેમના નામ પણ આપવાના રહેશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

80 હજારનું વળતર કેવી રીતે મળશે

જો તમે પોસ્ટ ઓફિસ આરડીમાં દર મહિને 7000 રૂપિયાનું રોકાણ કરો છો, તો પાંચ વર્ષમાં કુલ રોકાણ 4,20,000 રૂપિયા થશે. પાંચ વર્ષ પછી જ્યારે પાકતી મુદત પૂરી થશે ત્યારે રૂ. 79,564નું વ્યાજ મળશે. આનો અર્થ એ છે કે તમને કુલ રકમ 4,99,564 રૂપિયા મળશે.

જો તમે 5,000 રૂપિયાની RD કરો છો, તો એક વર્ષમાં કુલ 60,000 રૂપિયા જમા થશે અને પાંચ વર્ષમાં કુલ 3 લાખ રૂપિયા જમા થશે. આવી સ્થિતિમાં પાંચ વર્ષ પછી તમને 6.7 ટકાના દરે 56,830 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 3,56,830 રૂપિયા મળશે.

દર ત્રણ મહિને વ્યાજ બદલાય જાય

પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ સરકાર દર ત્રણ મહિને ફેરફાર કરે છે. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ હેઠળ મળેલા વ્યાજ પર ટીડીએસ કાપવામાં આવે છે, જે આઈટીઆરનો દાવો કર્યા પછી આવક મુજબ રિફંડ કરવામાં આવે છે. RD પર મળતા વ્યાજ પર 10 ટકા TDS લાગુ પડે છે. જો RD પર મળતું વ્યાજ 10 હજાર રૂપિયાથી વધુ હોય તો TDS કાપવામાં આવશે.