Top Stories
khissu

કેન્દ્ર સરકારની એક એવી યોજના કે જેમાં મળશે મહિને 1000 થી 5000 નું પેંશન / જાણો કઈ યોજના, કેવી રીતે લાભ?

દેશના ગરીબ લોકોનો વિકાસ થશે તો દેશ આપોઆપ આગળ વધશે, કોઈપણ વ્યક્તિને સૌથી મોટી સુરક્ષા તેમની આર્થિક સુરક્ષા હોય છે. આર્થિક સુરક્ષા માટે વર્તમાન સરકારે એક પેન્શન યોજનાને અમલી બનાવી છે એટલે કે અટલ પેન્શન યોજના ( Atal Pensions Yojna). જે યોજનાની શરૂઆત 2015 માં કરવામાં આવી હતી.

ભારત સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂતીની સાથે-સાથે સુરક્ષિત કરવા પણ માંગે છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ દેશના અસંગઠિત ક્ષેત્રના લોકોને પેન્શનના ફાયદાઓનો લાભ પહોંચાડવાનો છે. મતલબ કે આ યોજનાનો લાભ લેનારને બીમારી, અકસ્માત કે વૃદ્ધાવસ્થામાં અન્ય લોકો પર આધાર રાખવો ન પડે.

અટલ પેન્શન યોજના હેઠળ દરેક વ્યક્તિ 60 વર્ષની વયમર્યાદા પૂરી થતા એક હજારથી પાંચ હજાર સુધીનું પેન્શન મેળવી શકે છે. જો આ દરમિયાન તેનું મૃત્યુ થઈ જાય તો તેનો જીવનસાથી પણ આ પેન્શન માટે દાવો કરી શકે છે. યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ને પ્રીમિયમ અને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને પેન્શનની રકમ મળશે.

અટલ પેન્શન યોજના ના લાભ :-

1) વૃદ્ધાવસ્થા દરમિયાન આવકની સલામતી.

2) આ યોજનાનો વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કરાશે.

3) પેન્શન લોકોને તેમના નિવૃત્તિકાળ માં માસિક આવક પૂરી પાડે છે.

આ યોજનાનો લાભ લેવા માટે શું-શું કરવું પડશે ?

જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક બ્રાન્ચમાં જવું. 

APY (અટલ પેન્શન યોજના) નુ ફોર્મ ભરવું.

આધાર / મોબાઇલ નંબર આપવો.

માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

જે વ્યક્તિને આ યોજના નું ફોર્મ ભર્યું છે તેમને પોતાની બેંકમાં જમા કરાવવાનું હોય છે. જેમાં ખાતા નંબર, જીવનસાથી અને નોમીની (વારસદાર) ના નામ લખવાના રહેશે. આ યોજના હેઠળ ખાતેદારે સુનિશ્ચિત કરવું પડશે કે એ દર મહિને ખાતામાં નક્કી કરેલી રકમ હશે જ. જો રકમ નહિ હોય તો દંડ ભરવો પડશે. આ યોજના માં 60 વર્ષની વય પછી રૂપિયા 1000 થી 5000 આવક મેળવી શકાય છે. આ માટે લાભાર્થીએ 42 રૂપિયાથી 291 રૂપિયા સુધી ઉંમર આધારિત છ માસિક,ત્રિમાસિક ફાળો ભરવો પડે છે.

તેઓનું શું જેને બેંકમાં ખાતું જ નથી ? 

કોઈપણ વ્યક્તિને સૌપ્રથમ બેંકનું ખાતું ખોલાવવું પડે છે. તેના માટે આધાર કાર્ડ અને કેવાયસી ની જાણકારી આપવી પડે છે. તેની સાથે અટલ પેન્શન યોજના નું ફોર્મ પણ જમાં કરાવી દેવું.

આ યોજનાનો લાભ લેનારની યોગ્યતા :

અટલ પેન્શન યોજના ૧૮ થી ૪૦ વર્ષ સુધીની વયના તમામ ભારતીય નાગરિકો માટે છે. રૂપિયા એક હજારથી રૂપિયા પાંચ હજાર સુધીના માસિક પેન્શન માટે લાભાર્થીએ રૂપિયા 42 થી રૂપિયા 291 સુધી ઉંમર આધારિત હપ્તો ભરવાનો રહેશે, તે વ્યક્તિની ઉંમર પર આધારિત રહેશે.

આ માહિતી ગુજરાતનાં દરેક મિત્રો જાણી શકે તે માટે શેર કરો.