khissu.com@gmail.com

khissu

હવામાન વિભાગની આગાહી વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી, જાણો શું ?

રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો આવી શકે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. 30 અને 31 તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આંશકા છે. ઉત્ત ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાકમા વિસ્તારમા વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆત અને મહિનાના બીજા સપ્તાહમાં વરસાદ તૂટી પડશે.

આ પણ વાંચો: Bank Holiday alert: સપ્ટેમ્બરમાં 11 દિવસ બેંકો બંધ રહેવાની છે, જરૂરી કામ જલ્દી પતાવો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઑગષ્ટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 સપ્ટેબર સુધી વરસાદની શક્યતા છે. 8 થી 11 સપ્ટેબર કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: માત્ર બે દિવસમાં બની જશે પાન કાર્ડ, 15થી 20 દિવસ રાહ નહીં જોવી પડે

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદના કોઈ અણસાર નથી. હવામાન ખાતાના અપડેટ અનુસાર, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હાલ રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી છે. તો કેટલાક વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે.