Top Stories
khissu

આનંદો/ ગુજરાત સરકાર લાવી નવી યોજના, ફ્રીઝર ખરીદવા પર મળશે 1 લાખ રૂપિયાની સહાય

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ધ્યાનમાં લઈને કૃષિક્ષેત્રે અવનવી પદ્ધતિઓ તેમ જ ટેકનોલોજીને વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી તેમજ ખેડૂતોને લાભ મળી શકે તે માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મોટાભાગની યોજનાઓ એ ગુજરાતના ખેડૂતોને તેમનું જીવનધોરણ ઊંચું લાવવા તેમજ તેમની વિવિધ કલ્યાણકારી  તેમજ ખેડૂત પુત્ર માટે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે.

મત્સ્ય પાલન કરતા લોકો માટે ડીપ ફ્રિઝર યુનિટ યોજના હાલ શરૂ કરવામાં આવી છે. જે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય આપવામાં આવશે.

સહાય ધોરણ: ડીપ ફ્રીઝરની યુનિટ કોસ્ટ રુ. ર.૦૦ લાખની સામે પ૦ ટકા સહાય રુ. ૧.૦૦ લાખ અથવા ખરીદ કિંમતના પ૦ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.

ડીપ ફ્રીઝરની સહાય માટેની શરતો- 
(૧) લાભાર્થી ગુજરાત રાજયનો વતની હોવો જોઇએ. 
(ર)આ સહાય મચ્છીના વેપારી / દુકાનદારો / વેન્ડારોને મળવાપાત્ર છે. 
(૩) લાભાર્થીએ મત્સ વેચાણ માટે ખાતાનું લાયસન્સ મેળવેલ હોવું જોઇએ.
(૪)ડીપફ્રીઝરની ખરીદી ઉપર મળવાપાત્ર સહાય વિભાગય વડાશ્રીએ મંજુર કરવાની રહેશે. તથા સહાયનું નિયમોનુસાર ચુકવણું સમયસર કરવાનું રહેશે. 
(પ)અરજદારે ડીપ ફ્રીઝરની ખરીદી ઓથોરાઇઝડ ડીલર કે ઉત્પાદક કંપની કે ડીલર પાસેથી ખરીદવાની રહેશે અને સહાય મેળવવા માટે જે તે જિલ્લાની સ્થાનિક કચેરીમાં અરજી કરવાની રહેશે. 
(૬) જિલ્લા કચેરીએ ડીપ ફ્રીઝરની ખરીદીની ભૌતિક ચકાસણી જાતે કરવાની રહેશે. તથા ખરીદીના બીલ પાછળ ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.તથા સહાય મંજુર કરવા માટેની દરખાસ્ત સમયસર વિભાગીય વડાશ્રીને મોકલી આપવાની રહેશે.

ફોર્મ ભરવાની તારીખ: તા 09/04/2021 થી 20/02/2022 સુધી

જરૂરી દસ્તાવેજો:
આધાર કાર્ડ
મોબાઈલ નંબર
બેંક ખાતાની વિગત 
રેશનકાર્ડ