Top Stories
આનંદો/ આઇ ખેડુત પર વિવિધ 49 ઘટકો પર અરજી શરૂ થશે, જાણો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કેમ કરવી?

આનંદો/ આઇ ખેડુત પર વિવિધ 49 ઘટકો પર અરજી શરૂ થશે, જાણો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને અરજી કેમ કરવી?

ખેતીવાડી ખાતાની વિવિઘ સહાયની ઓનલાઇન અરજીઓ આઇ ખેડુત પોર્ટલ પર શરૂ થવાની છે. ખેડૂતો વિવિધ ખેડૂતલક્ષી સાધન સહાય મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૪૮ ઘટકોમાં અરજીઓ મંગાવાઇ છે. આ માટે ખેડૂત આઇ પોર્ટલ તા.૨૧ ફેબુ્રઆરીથી તા. ૨૧ માર્ચ સુધી ખુલ્લું મુકાશે. આ વર્ષે નવા નિયમ મુજબ ખેડૂતોએ ફક્ત ઓનલાઇન અરજી કરવાની રહેશે, તેઓએ અરજી કર્યા બાદ વિવિધ ડોક્યુમેન્ટ સાથે અરજીની પ્રિન્ટ આઉટ ગ્રામસેવકને જમા કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ અપાઇ છે.

ખેડૂત આઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી અગાઉની પધ્ધતિ હતી કે ખેડૂતે તેની પ્રિન્ટ કાઢીને ગ્રામસેવકને ખેતીના ઉતારા, આધારકાર્ડ સહિતના દસ્તાવેજ સાથે જમા કરાવવા પડતા હતા. જેના કારણે ખેડૂતોએ ધક્કા ખાવા પડતા હતા, ઝેરોક્ષનો મોટો ખર્ચ થતો હતો. આ વર્ષથી સરકારે નવી સિસ્ટમ અમલી બનાવી છે જે મુજબ ખેડૂતોએ ફક્ત ઓનલાઇન અરજી જ કરવાની રહેશે.

ફોર્મ ભરવાની તારીખ: 21/02/2022 થી 21/03/2022 સુધી ખેડૂતો I KHEDUT પોર્ટલ પર અરજી કરી શકશે.

જરૂરી દસ્તાવેજો: 
આધાર કાર્ડ
રેશન કાર્ડ
બેંક પાસબુક
મોબાઇલ નંબર
7/12, 8 અ ની નકલ

અરજી મંજુંર થાય ત્યાર બાદ જ ખેડૂતો પાસેથી વિવિધ આધાર પુરાવા લેવામાં આવશે. જેના કારણે આખી પ્રક્રિયા સરળ બની જશે. અરજીઓ ડ્રો સિસ્ટમથી મંજુર કરવામાં આવતી હોય છે.