Top Stories
અટલ પેન્શન યોજના : આજીવન મેળવો પેન્શન, મૃત્યુ પછી પત્નીને પણ મળશે પેન્શન

અટલ પેન્શન યોજના : આજીવન મેળવો પેન્શન, મૃત્યુ પછી પત્નીને પણ મળશે પેન્શન

અત્યારે તો તમે ધંધો કે નોકરી કરતા જ હશો અને જીવન જરૂરિયાત મુજબ આવક પણ મળી રહેતી હશે. પણ જ્યારે તમે રિટાયર થઈ જાવ એટલે કે કામ કરવાની ઉંમર જતી રહે ત્યારે તમારા દીકરાના આધારે રેવું પડે છે અને ઘણા ને તો એ પણ નસીબ માં નથી હોતું અને વૃદ્ધાશ્રમ નો સહારો લેવો પડે છે. તો આ એક એવી સ્કીમ છે જે અત્યારે થોડું થોડું ચૂકવશો તો રિટાયર્ડ થયા બાદ કોઈના સહારે નહી રહેવું પડે.


અટલ પેન્શન યોજના :


કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. આ યોજના અંતર્ગત દર મહિને ૪૨ રૂપિયાથી લઈને ૨૧૦ રૂપિયા સુધીનો કોઈપણ હપ્તો ભરી શકો છો અને ૬૦ વર્ષ બાદ તમને પેન્શન રૂપે આ યોજના નો લાભ મળશે.


આ યોજનાનો ફાયદો :


૧) આ યોજના અંતર્ગત જો તમે મહિને ૪૨ રૂપિયાનો હપ્તો ભરો છો તો તમને ૬૦ વર્ષ બાદ તમને દર મહિને ૧૦૦૦ રૂપિયા મળશે અને જો તમે મહિને ૨૧૦ રૂપિયાનો હપ્તો ભરો છો તો તમને ૬૦ વર્ષ બાદ દર મહિને ૫૦૦૦ રૂપિયા મળશે.

૨) આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને ૬૦ વર્ષ બાદ જીવે ત્યાં સુધી પેન્શન મળશે.

૩) જો અરજદારનું મૃત્યું થઈ જાય તો ફોર્મ ભરતી વખતે નોમિની તરીકે જે વ્યક્તિનું નામ લખ્યું હશે તે નોમિની ને પણ જીવે ત્યાં સુધી પેન્શન મળશે.

૪) જો નોમિની નું પણ મૃત્યુ થઈ જાય તો તેના બાળકોને ૧ લાખથી ૮.૫૦ લાખ સુધીનું પેન્શન મળશે.


આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે ?


૧) આ યોજનામાં કોઈ પણ વ્યક્તિ લાભ લઇ શકે છે પછી તે મજૂર હોય, ખેડૂત હોય, ધંધો કરતા હોય, દુકાનદાર હોય, પ્રાઇવેટ નોકરી કરતા હોય કે પછી સરકારી નોકરી કરતા હોય આ તમામ લોકો અટલ પેન્શન યોજનાનો લાભ લઇ શકે છે.

૨) આ યોજનામાં ભાગ લેવા તમારી ઉંમર ૧૮ વર્ષથી લઈને ૪૦વર્ષની હોવી જોઈએ, ૧૮ વર્ષથી નીચેના અને ૪૦ વર્ષથી ઉપરના વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.


અટલ પેન્શન યોજનાનું ફોર્મ ક્યાંથી ભરવું ?


આ યોજના નો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓ કોઈપણ રાષ્ટ્રિયકૃત બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં જઈ એકદમ સાધારણ ફોર્મ ભરવાનું હોય છે.


( આ ફોર્મ સાથે તમારા આધારકાર્ડની ઝેરોક્ષ, તમે નોંધાવેલા નોમિનીનાં આધારકાર્ડની ઝેરોક્ષ અને બેંકની પાસબુકની ઝેરોક્ષ જોડવાની રહેશે.)


કરોડો લોકોએ લીધો આ યોજનાનો લાભ :


આ યોજના માં જોડાયેલા સદસ્યોની સંખ્યા ૨.૪ કરોડ થી પણ વધી ગઈ છે. જાણકારી અનુસાર ૨૦૧૯ માં સદસ્યોની સંખ્યા ૧.૮૨ કરોડ હતી જે વધીને ૨૦૨૦-૨૧ માં ૨.૪૫ કરોડ થઈ ગઈ છે.


આ યોજના અંતર્ગત કોઈ સમસ્યા હોય અથવા કોઈ જાણકારી જોઈતી હોય તો હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૧૧૦ ૦૬૯ પર કોન્ટેક્ટ કરી શકો છો.


મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને સરકારની દરેક યોજના વિશેની માહિતી મળતી રહે.