થોડા રોકણમાં પેન્શનની ગેરંટી એટલે અટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજના (Atal Pension Yojana -APY) હેઠળ સરકાર 60 વર્ષ બાદ 1000 થી 5000 રૂપિયા સુધીના પેન્શન ની ગેરંટી આપે છે અને 40 વર્ષ સુધીની વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે. હાલ ચાલુ નિયમો અંતર્ગત અટલ પેન્શન યોજના નો લાભ કંઈ રીતે ઉઠાવી શકાય તેની માહિતી જાણીએ.
વર્ષ દીઠ 60,000 રૂપિયા મળશે :- અટલ પેન્શન યોજના નો મુખ્ય ઉદ્દેશ પેન્શન ના દરેક વિભાગને તેના કાર્યક્ષેત્ર માં આવરી લેવાનો છે. પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ સરકાર ને અટલ પેન્શન યોજના હેઠળ ઉંમર વધારવાની ભલામણ કરી છે. નિવૃત્તિ પછી દર મહિને એકાઉન્ટ માં તમને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. દર 6 મહિનામાં 1239 રૂપિયાનું રોકાણ કર્યા બાદ 60 વર્ષની વય પછી સરકાર દ્વારા દર મહિને 5000 અથવા વાર્ષિક રૂપિયા 60,000 આજીવન પેન્શનની ગેરંટી આપવામાં આવે છે.
5000 પેન્શન મેળવવા માટે તમારે દર મહિને 210 રૂપિયા ચુકવવા પડશે :- હાલના નિયમો મુજબ જો 18 વર્ષની ઉંમરે માસિક પેન્શન માટેની યોજનામાં વધુમાં વધુ 5,000 રૂપિયા મેળવવા હોય તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે આ પૈસા દર ત્રણ મહિને આપો છો તો તમારે 626 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે 18 વર્ષની વયે રોકાણ કરો છો અને તમારે મહિનાના 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે માસિક રૂપિયા 42 ચૂકવવા પડશે.
જો તમે નાની ઉંમરે જોડાશો તો તમને વધુ ફાયદો થશે :- ધારો કે તમે 35 વર્ષની ઉંમરે 5 હજાર પેન્શન યોજનામાં જોડાવ છો તો તમારે 25 વર્ષ માટે દર 6 મહિનામાં માટે તમારે 5,323 રૂપિયા જમાં કરાવવા પડશે. જેમાં તમારું કુલ રોકાણ 2.66 લાખ થશે. જેથી તમને મહિના દીઠ 5,000 રૂપિયા મળશે. જ્યારે 18 વર્ષની ઉંમરે જોડાવા પર તમારું રોકાણ ફકત 1.04 લાખ રૂપિયા થશે.
અટલ પેન્શન યોજના ની ખાસ માહિતી :- ૧) આ યોજના અંતગર્ત વ્યક્તિની ઉંમર 18 થી 40 વર્ષની સુધીની હોવી જોઈએ અને તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. તેમજ ટેક્ષ ન ભરતા વ્યક્તિ જ આ યોજનામાં જોડાઈ શકે છે.
૨) આ યોજના અંતર્ગત તમે ત્રણ રીતે પૈસાની ચુકવણી કરી શકો છો. માસિક, ત્રિમાસિક અને છ માસિક. તેમજ આ યોજનામાં માસિક પેન્શનની રકમ રૂપિયા 1000, 2000, 3000, 4000 અને 5000 મેળવવા માટે અલગ-અલગ સ્લેબ આપવામાં આવ્યા છે.
૩) જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવ છો તો તમારે આ રોકાણ 42 વર્ષ સુધી કરવાનું રહેશે. 42 વર્ષમાં માસિક રૂ. 5000 ના પેન્શન માટે તમારું કુલ રોકાણ 1.04 લાખ થશે.
૪) શરૂના 5 વર્ષ માટે સરકાર દ્વારા પણ યોગદાન આપવામાં આવશે.
૫) એક સદસ્યના નામ ઉપર એક જ ખાતું ખુલશે. તમે ઘણી બેંકોમાં અને પોસ્ટ ઓફિસમાં પણ અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવી શકાય છે.
૬) અટલ પેન્શન યોજનામાં તમારા બેંક બચત ખાતામાંથી અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતામાંથી ઓટો ડેબિટની સુવિધા દ્વારા અટલ પેન્શન ખાતમાં પૈસા જમા થાય છે.
૭) જો સભ્ય 60 વર્ષ પહેલાં અથવા તેના મૃત્યુ પામે છે તો પેન્શનની રકમ પત્નીને આપવામાં આવે છે.
૮) જો સભ્ય અને પત્ની બંને મૃત્યુ પામે છે તો પેન્શન ની રકમ તેના નોમીની ને આપશે.
આ યોજનામાં તમારે કેટલી ઉંમરે કેટલું રોકાણ કરવું પડશે તેમજ કેટલુ પેન્શન મેળવવા કેટલું રોકાણ કરવું પડશે તે અંગેની સંપુર્ણ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવેલ છે.
આ માહિતી દરેક લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો અથવા અમારું Facebook ગ્રુપ ફોલો કરો.