Top Stories
khissu

બેંક ઓફ બરોડા ખાતા ધારકો માટે આવી 4 યોજના, દર મહિને 5000 અને 4 લાખનો ફાયદો

બેંક ઓફ બરોડાનાં ખાતા ધારકો માટે આવી 4 સરકારી યોજનાઓ: જો તમે BOBની આ 4 સરકારી યોજનાઓ પર નાણાંનું રોકાણ કરો છો, તો તમને 4 લાખ રૂપિયા સુધીનો લાભ મળશે. આજે જાણીશું કઈ કઈ 4 યોજના છે અને કઈ રીતે લાભ મળશે?

બેંક ઓફ બરોડા( BOB) તેમના બેંક ગ્રાહકો માટે ઘણી યોજનાઓ લાવતી હોય છે. જેમાં ઘણા ગ્રાહકો એવા છે જે બેંકની આ યોજના વિશે ભાગ્યે જ જાણતા હોય છે. જો તમે પૈસા રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો, તો આ યોજના તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આ સ્કીમ હેઠળ દર મહિને 28.5 રૂપિયાનું રોકાણ કરીને 4 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.

સરકાર તરફથી 4 લાખ રૂપિયાનો લાભ લેવા માટે તમારે  કેન્દ્ર સરકારની આ બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. જે આ બે યોજનાઓના નામ છે 1) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને 2) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY). તમારે આ બંને યોજનાઓ પર થોડી રકમનું રોકાણ કરવું પડશે. તમારે આ બંને યોજનાઓ માં વાર્ષિક કુલ રૂ. 342નું રોકાણ કરવું પડશે. એટલે કે તમારે દર મહિને 28 રૂપિયા ડિપોઝિટ કરવા પડશે.

1) કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો લાભ BOBમાં ઉઠાવો. 
મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. (BOB) આ યોજનાની મદદથી, તમને જીવન કવર પણ મળે છે. બીજી તરફ, જે વ્યક્તિએ વીમો લીધો હોય અને તેનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયાના રૂપમાં આ લાભ મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.

(2)બેંક ઓફ બરોડામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ ઉઠાવી શકો છો. 
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમ પર જીવન વીમો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની PMSBY યોજના તમારી માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમાં તમે માત્ર 12 રૂપિયા જમા કરો છો, તો તમને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. એટલે દર મહિને એક રૂપિયો જમા કરવાનો રહેશે.

(3) શું તમે જાણો છો કે Bank of barodaના જન ધન ખાતાધારકોને 2 લાખનો લાભ મફતમાં મળે છે. 
ગુજરાતમાં જનધન ખાતાધારકોને બેંક તરફથી ઘણી સુવિધાઓ મળે છે. જેમાં બેંક Bank of baroda તેના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા કવરની સુવિધા પૂરી પાડી રહી છે. જેનો લાભ તમે ઉઠાવી શકો છો.

(4) BOB માં અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલાવી 1000 થી 5000 મેળવો. 
જે ગ્રાહકો ઓછા પૈસામાં રોકાણ કરવા માગે છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ગેરંટી માટે અટલ પેન્શન યોજના (Atal pention yojna BoB) શરૂ કરવામાં આવી હતી. અટલ પેન્શન યોજના હેઠળ, સરકાર લોકોને 1000 થી 5000 રૂપિયા માસિક પેન્શનની ખાતરી આપે છે. લોકો આ યોજના માટે 40 વર્ષની ઉંમર સુધી જ અરજી કરી શકે છે. અને થોડું થોડું રોકાણ કરી 60 વર્ષ પછી દર મહિને પેન્શન મુજબ 1000 થી 5000 નું પેન્શન મેળવી શકો છો.