Top Stories
khissu

લાભાર્થીઓને મળશે ફર્નિચર સહિત 2 BHK ફ્લેટ, જાણો ક્યાં બનશે ફ્લેટ ?

 થોડા સમય પહેલા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર અમુક રૂપિયા ની સહાય કરવાનું બીડું હાથ ધર્યું હતું. લોકો પોતાના જ ઘરે રહેતા થાય અને વારંવાર ભરવા પડતા ભાડા થઈ છૂટકારો મળે તે હેતુ થઈ ગરીબ લોકોને ઘર બનાવવા સહાય કરી હતી અને હવે માત્ર સાડા ૩ લાખમાં તૈયાર ફ્લેટ આપવાની જાહેરાત કરી છે.


કેન્દ્ર સરકારે દેશના ૬ શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતમાં રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.


રાજકોટના રૈયા સ્માર્ટ સીટી ના ટી.પી નં ૩૨ માં ભગવાન પરશુરામના મંદિર પાસે ૪૫ મીટરના રોડ પર પ્રોજેકટ તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને ૩.૫૦ લાખ માં ફર્નિચર સાથે 2 BHK નો ફ્લેટ મળવા પાત્ર છે.


આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એરફોર્સ વિભાગે ટેન્ડર જાહેર કરી દીધા છે. લાભાર્થીઓને ફર્નિચર સાથે એક રસોડું અને બે બેડરૂમ ફાળવવામાં આવશે.