સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં લગભગ 400 પોઈન્ટનો ઉછાળો છે અને તે 60 હજારને પાર કરી રહ્યો છે. નિફ્ટી 17950 ના સ્તર પર છે અને તે 18000 તરફ આગળ વધી રહ્યો છે. ICICI ડાયરેક્ટે જણાવ્યું હતું કે મિડકેપ અને સ્મોલકેપ ગયા સપ્તાહે આઉટપરફોર્મ કર્યું છે. બજાર વધતું રહેશે અને નિફ્ટી 18300 તરફ આગળ વધશે. જ્યાં સુધી નિફ્ટી 17500નું લેવલ નહીં તોડે ત્યાં સુધી પોઝિટિવ મોમેન્ટમ રહેશે.
આ પણ વાંચો: રાજ્યમાં હજુ પણ 11 થી લઈને 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની આગાહી
નિફ્ટી 18100ની સપાટી કરી શકે છે પાર
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું માનવું છે કે આ અઠવાડિયે નિફ્ટી 18100ના સ્તરને પાર કરશે, જ્યારે સેન્સેક્સ 61 હજારના સ્તરને સ્પર્શી શકે છે. આ તેજી વચ્ચે તેણે પાંચ શેરોમાં કમાણીની તક આપી છે. ચાલો આ પાંચ શેરો વિશે વિગતવાર જાણીએ.
1. Ashok Leyland share
અશોક લેલેન્ડનો શેર હાલમાં રૂ. 166.55ના સ્તરે ફ્લેટ છે. તે તેની 52 સપ્તાહની ટોચે છે. આ શેરે એક મહિનામાં 13.18 ટકા, ત્રણ મહિનામાં 21 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 36 ટકા વળતર આપ્યું છે. આ અઠવાડિયે આ સ્ટૉક 180 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. આ વર્તમાન સ્તરથી લગભગ 9 ટકાનો વધારો છે. BP ઇક્વિટીઝે આ સ્ટોક માટે રૂ. 205નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે, જે વર્તમાન સ્તર કરતાં 23 ટકા વધુ છે. LKP સિક્યોરિટીઝે આ શેર માટે 175 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે, ICICI ડાયરેક્ટે 180 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. આ 5 ટકા અને 8 ટકાનો વધારો છે.
2. Raymond share
રેમન્ડનો શેર હાલમાં 1.39 ટકાના ઘટાડા સાથે રૂ. 1021ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. અનુજ ગુપ્તાએ આ સપ્તાહ માટે આ સ્ટોકની લક્ષ્ય કિંમત રૂ. 1100 રાખી છે. આ વર્તમાન સ્તરથી લગભગ 8 ટકાનો વધારો છે. આ શેરે છેલ્લા એક સપ્તાહમાં 4.20 ટકા, એક મહિનામાં 9.12 ટકા, ત્રણ મહિનામાં 5.48 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 65 ટકા વળતર આપ્યું છે.
આ પણ વાંચો: LIC ની આ શાનદાર વીમા પોલિસીમાં મળશે બચત અને સુરક્ષા ઉપરાંત, પૈસા પાછા જેવા ઘણા લાભો
3. Indian Hotels share
ઈન્ડિયન હોટેલ્સનો શેર આજે ફ્લેટ છે અને તે 313 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સ્ટોક તેની 52 સપ્તાહની ટોચે છે. શેરે છેલ્લા એક મહિનામાં 15 ટકા, ત્રણ મહિનામાં 42 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 73 ટકા વળતર આપ્યું છે. નિષ્ણાતોએ આ સ્ટોક માટે રૂ. 340નો લક્ષ્યાંક રાખ્યો છે. વર્તમાન સ્તરની સરખામણીમાં આ લગભગ 9 ટકાનો વધારો છે. એક્સિસ ડાયરેક્ટે આ શેર માટે રૂ. 360નો લક્ષ્યાંક રાખ્યો છે. વર્તમાન સ્તરની સરખામણીમાં તે 15 ટકા છે. વેન્ચુરા સિક્યોરિટીઝે આ સ્ટોક માટે રૂ. 384નો લક્ષ્યાંક રાખ્યો છે, જે વર્તમાન સ્તર કરતાં 22 ટકા વધુ છે.
4. ICICI Bank share
ICICI બેન્કનો શેર અત્યારે રૂ.905ના સ્તરે છે. તે તેની 52 સપ્તાહની ટોચની નજીક છે. અનુજ ગુપ્તાએ આ સપ્તાહ માટે આ સ્ટોકની લક્ષ્ય કિંમત રૂ. 945 રાખી છે. આ વર્તમાન સ્તર કરતાં લગભગ 5 ટકા વધુ છે. મોતીલાલ ઓસવાલે લાંબા ગાળા માટે આ સ્ટોકની ટાર્ગેટ કિંમત રૂ. 1050 રાખી છે. આ વર્તમાન સ્તર કરતાં 16 ટકા વધુ છે.
આ પણ વાંચો: SBI FasTag બેલેન્સ ચેક કરવાની સરળ રીત, એક SMS દ્વારા મળશે સંપૂર્ણ માહિતી
5. Dabur share
ડાબરનો શેર હાલમાં રૂ.570ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. IIFL સિક્યોરિટીઝના નિષ્ણાતોએ આગામી કેટલાક સત્રો માટે આ સ્ટોકની લક્ષ્ય કિંમત રૂ. 600 રાખી છે. જે વર્તમાન સ્તર કરતા 5.26 ટકા વધુ છે. લાંબા ગાળા માટે એક્સિસ ડાયરેક્ટે આ સ્ટોક માટે રૂ. 630નો લક્ષ્યાંક રાખ્યો છે. ICICI ડાયરેક્ટે રૂપિયા 700નો ટાર્ગેટ રાખ્યો છે, ICICI સિક્યોરિટીઝે રૂપિયા 670નો ટાર્ગેટ રાખ્યો છે.