khissu

જતા જતા આ વિસ્તારને ઘમરોળશે મેઘો: હવામાન વિભાગ દ્વારા આગાહી બદલી

મિત્રો બે દિવસ બાદ ચોમાસુ કચ્છ માંથી વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી હવે બદલી છે. જે ખેલૈયાઓ થોડા દિવસ પહેલા ખુશ હતા કે નવરાત્રિમાં વરસાદ નહિ આવે, પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે.

આ પણ વાંચો: ચોમાસુ વિદાય લેવાના મૂડમાં, પરંતુ..../જાણો હવામાન વિભાગની આગાહી

હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યમાં નવરાત્રી વેળાએ સામાન્ય વરસાદ તો રહેશે જ. પરંતુ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.

નોંધનિય છે કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. 25 અને 26 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પણ કચ્છમાં ચોમાસુ વિદાય લે તેવી શરુઆત થઈ ચૂકી છે.

આ પણ વાંચો: આધાર કાર્ડધારકો માટે મહત્વના સમાચાર, હવે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ

ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે.