Top Stories
khissu

કોરોના મૃતક સહાય યોજના: ઓનલાઇન ફોર્મ કેમ ભરવું? જાણો તમામ માહિતી યોજના વિશે,

ભારત સરકાર ની સુપ્રિમકોર્ટે માં થોડા સમય પહેલા જ જાહેર હિત ની અરજી દાખલ કરવામાં આવેલ હતી જેમાં જે વ્યક્તિ નું કોરોના ની બીમારી નાં કારણે મૃત્યુ થઈ જાય તો તેમના ને સરકાર તરફ થી સહાય આપવામા માં આવે.જેના કારણે ગુજરાત સરકારે આ બધું ધ્યાન માં લઇ ને આ કોરોના બીમારી સહાય યોજના અમલ મા મુકેલ છે. જેથી જે વ્યક્તિઓ ના કોરોના ની બીમારી નાં કારણે મૃત્યુ થઈ ગયેલ છે તેમના પરિવાર ના વારસદાર ને આ સહાય આપવામા આવે.તો આપડે આ યોજના વિશે બધીજ માહિતી અહીંયા મેળવીશું, અરજી કયાં કરવાની હોઈ છે,ફોર્મ ક્યાંથી મેળવવું,ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે જેવી તમામ માહિતી ની વાત આપડે અહીંયા કરીશુ.

આ યોજના માં જો કોરોના બીમારી નાં કારણે જે વ્યક્તિ નું મૃત્યુ થયેલ હોઈ તો તેમના પરિવાર ને 50,000 રૂપિયા ની સહાય સરકાર તરફ થી કરવામાં આવે છે. જેમાં સરકાર તરફ થી આ સહાય તેમના પરિવાર મા જે મૃત્યુ થયેલ વ્યક્તિ નાં વારસદાર હોઈ તેમને આ સહાય મળે છે.કારણ કે અગર જો પરિવાર નાં મુખ્ય વ્યક્તિ નું જો મૃત્યુ થઈ જાય તો પછી ઘર ચલાવવા માટે બહુ મુકેલ બની જતું હોય છે તેથી જ સરકાર ને આ યોજના વિચારણા હેઠળ હતી જે હાલ સરકાર દ્વારા ઠરાવ કરી ને આ યોજના નો તાત્કાલિક અમલ કરેલ છે.

ક્યાં દસ્તાવેજ જોઈએ?
મૃતક વ્યક્તિ નું મરણ નું પ્રમાણપત્ર
મૃતક વ્યક્તિ નું આધારકાર્ડ
મૃતક વ્યક્તિ નાં વારસદાર નું આધારકાર્ડ
તમામ વારસદારો નાં આધારકાર્ડ
તમામ વારસદારો નું સંમતિ દર્શાવતું એફિડેવિટ
પેઢીનામાં નું શોગાંધનામુ તલાટી પાસે થી
વારસદાર નાં બેંક પાસ બુક ની નકલ

જો મરણ પ્રમાણપત્ર માં મરણ નું કારણ ન લખેલ હોઈ તેવા કિસ્સામા ?
અગર જો કોઈ પણ વ્યક્તિ નું કોરોના બીમારી નાં કારણે મૃત્યુ થયેલ હોઈ કે તેઓ કોઈ હોસ્પિટલ માં દાખલ હોઈ ને કોરોના થી મોત થયેલ હોઈ તેવા કિસ્સા માં તો મૃતક નાં મરણ પ્રમાણપત્ર માં બીમારી નું કારણ કદાચ લખેલું પણ આવે છે. પણ જો કોરોના થી કોઈપણ વ્યક્તિ નું હોસ્પિટલ કે ઘરે જ મૃત્યુ થઈ જાય તેવા કિસ્સા મા મૃતક ના મરણ નાં પ્રમાણપત્ર માં ચોક્કસ કારણ લખેલ હોતું નથી જેથી મરણ નાં પ્રમાણપત્ર માં ચોક્કસ કારણ લખાવવા માટે આપને જિલ્લા કક્ષા એ Covid-19 Death Ascetaining Committee Office પર જવાનું રહેશે અને ત્યાં અરજી કરવાની રહેશે.જ્યા થી પછી મૃત વ્યક્તિ નાં મરણ નાં પ્રમાણપત્ર માં ચોક્કસ કારણ લખેલ આવશે.

ઓનલાઈન અરજી કેમ કરવી?
રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. જેનું લોન્ચિંગ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. જરૂરી પ્રમાણપત્ર મોબાઈલથી અપલોડ કરવાથી પણ માત્ર એક મહિનામાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશે. પોર્ટલનું નામ iora.gujarat.gov.in છે. જેના પર મૃતકના વારસદારો પોતાની વિગતો આપી શકશે. મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશનમાં અરજી કરવાની લિંક https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx

આવક મર્યાદા: આ સહાય ગુજરત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા અમલ મા મુકેલ છે.જેમાં હાલ આ સહાય મેળવવા માટે લાભાર્થી ને કોઈ પણ પ્રકાર ની આવક મર્યાદા રાખેલ નથી પરંતુ સહાય મેળવવા માટે કોરોના થી મૃત્યુ થયેલ વ્યક્તિ નાં મરણ પ્રમાણ પત્ર માં મરણ નાં કારણ માં કોરોના બીમારી નું ઉલ્લેખ જરૂરી છે.

ફોર્મ કેમ ભરવું તેની સંપૂર્ણ જાણકારી PDF માં માં આપેલી છે: