khissu.com@gmail.com

Top Stories
khissu

2024ની યોજનાઓની શોધ ના કરો, અહીંયા આપેલ છે 17 ચાલુ યોજનાની માહિતી

1) રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા બુધવારે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા 50 હજારની સહાય આપવામાં આપવામાં આવશે.

ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે. આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે.

2) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024: આ યોજના હેઠળ 80 કરોડ લોકોને પાંચ કિલો મફત ઘઉં અથવા ચોખા આપવામાં આવશે. સાથે જ પરિવાર દીઠ એક કિલો ચણા આપવામાં આવે છે. દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે. જ્યારે ગુજરાત ના 72 લાખથી વધુ લોકો ને ફાયદો થશે.

3) પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના: આ યોજના મૃત્યુના કિસ્સામાં વીમાધારકના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. તમે માત્ર રૂ.436નું વાર્ષિક પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ મેળવી શકો છો.

આ પોલિસી ખરીદવા માટે, તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે મહત્તમ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. ટર્મ ઈન્સ્યોરન્સમાં, પોલિસી લેનારના મૃત્યુ પછી જ લાભો મળે છે.

વીમા પ્રીમિયમ ખાતાધારકના ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. PMJJBY દર વર્ષે રિન્યૂ કરવાનો હોય છે. જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય, તો તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ ગણવામાં આવશે.

4) એસ.ટી.બસમાં મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.

www.esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

5) ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે.

કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય અને તા-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય આપવામાં આવે છે

યોજનામાં વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6,00,000 (છ લાખ) નક્કી કરેલી છે.

6) અટલ પેન્શન યોજના: આ અસંગઠિત ક્ષેત્રના કામદારો પર કેન્દ્રિત ભારતના નાગરિકો માટેની પેન્શન યોજના છે. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજનામાં વ્યક્તિએ 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે. આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે. પેન્શનની રકમ તમારા રોકાણ પર આધારિત છે.

ભારતનો કોઈપણ નાગરિક APY યોજનામાં જોડાઈ શકે છે. આ માટે, તેની પાસે પોસ્ટ ઓફિસ/બચત બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ. તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે. આ પછી, 60 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર, સરકાર તમને પેન્શન આપવાનું શરૂ કરે છે.

7) આયુષ્માન ભારત યોજનાઃ દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા નાગરિકોના સ્વાસ્થ્યની કાળજી લેવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ યોજનામાં આયુષ્માન કાર્ડ ધારકોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે.

આ યોજનામાં દવાઓ, સારવાર વગેરેનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આ યોજના માટે પાત્ર લોકો આયુષ્માન કાર્ડ દ્વારા સરકાર દ્વારા સૂચિબદ્ધ હોસ્પિટલોમાં તેમની સારવાર મફતમાં મેળવી શકે છે. કેન્દ્ર સરકાર આ યોજનાને વિસ્તારવા માટે 'આયુષ્માન ભવ' અભિયાન પણ ચલાવી રહી છે, જે અંતર્ગત પાત્રતા ધરાવતા લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.

8) કેન્દ્ર સરકારે 2024 માં ઉજ્જવલા 2.0 યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 75 લાખ વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે. આગામી 3 વર્ષમાં મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ આ LPG કનેક્શન મળશે.

આ સાથે જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે. કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ નવા કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

9) પરમપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY): કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ, ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50 હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ઓર્ગેનિક ઉત્પાદનમાં, ઓર્ગેનિક પ્રોસેસિંગ, પ્રમાણપત્ર, લેબલીંગ, પેકેજીંગ અને પરિવહન માટે દર ત્રણ વર્ષે સહાય આપવામાં આવે છે. સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. તે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે.

10) કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના: 1998 માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ, ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4 ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.

વીમો પણ મળે છે! - આ કાર્ડ ધરાવતા ખેડૂતને અકસ્માત વીમા કવચ પણ મળે છે. જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે.

જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો એસબીઆઈની વેબસાઇટ અનુસાર, પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ પર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દરે લોન આપશે. 50,000 રૂપિયા સુધીની KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 થી 4 ટકાના દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંક શાખામાં જઈને અથવા ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકો છો.

11) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના: વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન, 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે.

જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે, તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે.

સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેંકિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો.

ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે. આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે.

12 ) માતૃ શક્તિ યોજના: આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી Nutrition થી ભરપુર ખોરાક આપવામાં આવશે. જેની અંદર કઠોળ, ખાદ્યતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે.

આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે.

દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ સેવાઓની સાથે સાથે રાશનમાં 2 કિલો ચણા, 1 કીલો તુવેર દાળ, 1 લીટર સીંગતેલ આપવામાં આવશે.

13) પીએમ વિશ્વકર્મા યોજના: પીએમ વિશ્વકર્મા યોજના એ લોકો માટે છે, જેઓ સ્વરોજગારી કરે છે. 13 હજાર કરોડના ખર્ચે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના દ્વારા બે તબક્કામાં લાભાર્થીઓને 3 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે.

સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. તેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ, રમકડાં બનાવનારાઓનો સમાવેશ થાય છે.

14) પ્રધાનમંત્રી આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ આપવામાં આવે છે. આ યોજના હેઠળ તેમને સરકાર દ્વારા 1 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

એફોર્ડેબલ હોમ પાર્ટનરશિપ (AHP)ની સુવિધા એવા લોકો દ્વારા આપવામાં આવે છે, જેમની પાસે પ્રોપર્ટી નથી અને તેઓ ઘર બનાવવા માટે હોમ લોન લેવા માટેની પણ ક્ષમતા નથી. બીએલસી સુવિધા હેઠળ પ્રોપર્ટી હાઉસ બનાવવા અથવા સુધારવા માટે સરકાર એએચપીની જેમ ઘર દીઠ 1.50 લાખ રૂપિયા આપે છે.

15) પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્ર યોજના: કેન્દ્ર સરકારની આ યોજનામાં 15,000 પ્રગતિશીલ મહિલા સ્વસહાય જૂથો (SHG)ને ડ્રોન આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2024-25થી 2025-2026 દરમિયાન 15,000 પસંદ કરાયેલી મહિલા એસએચજીને કૃષિ માટે ડ્રોન પ્રદાન કરવાનો છે.

16) મુખ્યમંત્રી કિસાન સહાય યોજના: ગુજરાત રાજ્યના ખેડુતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટી જેવી કુદરતી આપતિઓમાં રાહત આપવા ઑગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ ચાર હેકટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 6૦% નુકસાન વળતર આપશે.

પ્રાકૃતિક આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂ 20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતા વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેકટર માટે રૂ. 25,000નું વળતર આપવામાં આવશે.

17) સાયકલ સહાય યોજના: ગુજરાત માં ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની કન્યાઓને “સરસ્વતી સાધના યોજના” હેઠળ સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.