આખરે અંબાલાલ પટેલ જાગ્યા; કરી દીધી ખેડૂત ઉપયોગી નવી નકોર આગાહીઓ, જાણો આજે ચોમાસુ ક્યાં પહોંચ્યું?

આખરે અંબાલાલ પટેલ જાગ્યા; કરી દીધી ખેડૂત ઉપયોગી નવી નકોર આગાહીઓ, જાણો આજે ચોમાસુ ક્યાં પહોંચ્યું?

ભારતીય હવામાન વિભાગની નવી માહિતી મુજબ: આજે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. જેમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીનાં થોડા ભાગો તેમજ ઉત્તર પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના ઘણા ભાગોમાં આગળ વધ્યું છે. સાથે પૂર્વોત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ચોમાસુ બેઠુ છે.

શું કહે છે અંબાલાલ પટેલની આગાહી? આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળશે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ૯૯ ટકા વરસાદ થવાની શક્યતાઓ છે.

ગુજરાતના ખેડૂતો સામાન્ય વાવણીની તારીખો લખી લો; ખેતી કામો અને આગોતરા વાવેતરમાં ફાયદો, હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું?

10 જૂનના રોજ ભીમ અગિયારસ છે.
જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગુજરાતના ભાગોમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. જોકે સામાન્ય રીતે ૧૫ જૂન આજુબાજુ ચોમાસુ ગુજરાતમાં બેસતું હોય છે. પરંતુ આ વર્ષે ચારથી પાંચ દિવસ ચોમાસું વહેલું બેસે તેવી શક્યતાઓ છે. જેમને કારણે ભીમ અગિયારસના દિવસે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અથવા તો સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. જોકે આખા ગુજરાતમાં ભીમ અગિયારસના દિવસે વાવણી લાયક વરસાદ થાય તેવા કોઈ પ્રબળ પરિબળો જણાતાં નથી.

અંબાલાલ પટેલ આગાહમાં વધારે એવું જણાવે છે કે આ વર્ષે લનીનાની અસરને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ૪૦થી ૪૫ ઇંચ અથવા તેનાથી વધુ વરસાદ પડી શકે છે. સાથે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ૩૦ થી ૩૨ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વધારે વરસાદ પડવાની આગાહી જાણવા અહીં ક્લિક કરો.

15 જૂન આજુબાજુ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને ત્યાર પછી વાવણી લાયક વરસાદ પડે તેવી સારી શક્યતાઓ જણાઈ રહી છે.

Skymete દ્વારા આગાહી: ભારતની જાણીતી ખાનગી સંસ્થા દ્વારા દેશના કયા રાજ્યમાં કેવો વરસાદ પડશે તેમને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ગુજરાત માટે પૂર સિગ્નલ (Poor signal) જાહેર કરવામાં આવ્યું છે એટલે કે કોઈ આગાહી કરવામાં આવી નથી. એમના આ અનુમાન પરથી એવી માહિતી મળે છે કે ગુજરાત માટે આગાહી કરવી હાલમાં ખૂબ જ કઠિન છે. તેમ છતાં આપણે આશાવાદી છીએ કે આ વર્ષે ખૂબ સારું ચોમાસું ગુજરાતમાં રહેશે.