Top Stories
khissu

ખેડૂતોને મળશે નવી સહાય, સ્માર્ટફોન ખરીદવા પર મળશે 1500 ની સહાય, જાણો યોજનાની તમામ જાણકારી

રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજના (government yojna)ને સરકારે મંજૂરી આપી છે. આ સહાય હેઠળ ખેડૂતોને તેમના ખરીદાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા મળશે. અથવા તો 1500 રૂપિયા મળશે. આ યોજના માટે રાજ્ય સરકારે ખાસ 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ફોર્મ ક્યાં ભરી શકો? આ યોજનામાં ક્યાં પુરાવા જોઈશે? કોણ અરજી કરી શકે તમામ જાણકરી મેળવીશું.

પુરાવા ક્યાં જોઈએ: નિયત સમયમાં સ્માર્ટફોન ખરીદ કર્યા પછી અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટઆઉટ સાથે
સ્માર્ટફોન ખરીદીનું અસલ બીલ, 
મોબાઇલનો આઇએમઇઆઇ નંબર, 
8-અની નકલ
રદ કરેલો ચેક અને આધાર કાર્ડની નકલ 
ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાની રહેશે.

કોને મળશે લાભ: આ સહાય માત્ર સ્માર્ટફોનની ખરીદી માટે આપવામાં આવશે પરંતુ ફોનની એસેસરીઝ જેવીકે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન અને ચાર્જર ખરીદવા નહીં મળી શકે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે. યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એકવાર જ સહાય મળશે. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ખેડૂતને તેમની જમીનના 8-અમાં દર્શાવેલા ખાતેદારો પૈકી એક ખાતેદારને અપાશે.
 

ફોર્મ ક્યાં ભરી શકશો: ઓનલાઇન ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનુ રહેશે.
ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE પાસે ફોર્મ ભરી શકાશે.
CSC સેન્ટર અથવા સાઇબર કાફે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.