khissu.com@gmail.com

khissu

રાજ્યમા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી...

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 22 તારીખથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

જ્યારે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે. 22 અને 23 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી છે. જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠે રહેતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

મળતી માહિતી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સીસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આજે સામાન્ય વરસાદ રહેશે. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે પરંતુ આગામી 22 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ છવાશે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

આ પણ વાંચો: હવામાન વિભાગ: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ... પરંતુ 22 ઓગસ્ટ બાદ ?

સુરત ડાંગ નવસારી વલસાડ ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા દાહોદ અને વડોદરા ની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ખૂબ જ મહત્વના એંધાણ આપી દીધા છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યની અંદર ફરી એક વખત ભારે વરસાદી માહોલ સર્જાઇ શકે છે.