Top Stories
મફત પ્લોટ યોજના 2022: જાણો કોને મળશે સહાય ?

મફત પ્લોટ યોજના 2022: જાણો કોને મળશે સહાય ?

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.

આ પણ વાંચો: બદલાવ/ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો ધ્યાન આપો! 1 ઓક્ટોબરથી પેમેન્ટનાં નિયમો બદલાશે, દેશભરના ગ્રાહકો પર થશે અસર

કોને લાભ મળી શકે
જેઓ પ્લોટ વિહોણા હોય, જેઓ સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી– ૨૦૧૧ (SECC) ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા
ધરાવતા કુટુંબમાં આવેલા હોય અથવા રાજ્ય કે કેન્દ્ર
સરકારની આવાસ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય
પતિ કે પત્નીના નામે રાજયમાં કોઈપણ સ્થળે પ્લોટ કે મકાન ન હોવા જોઈએ, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતાં હોવા જોઈએ, જેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુકત નામે હોય અને વડવાના
નામે જમીન હોય અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં બિન પિયતવાળી જમીનના કિસ્સામાં એક હેકટરથી વધારે જમીન ન હોવી જોઈએ હોવી જોઈએ.

કયા કયા પુરાવા આપવા 
કોઈપણ એક ઓળખકાર્ડ 
જમીન ધારણ કરતાં નથી અથવા / વારસદાર તરીકે ભાગે પડતી જમીન મળનાર છે તે અંગે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર અને જમીન ધારણ કરતા હોય તો ગામ નમૂના નંબર-૭
અરજદાર પાસેથી અથવા તેમના કુટુંબનો કોઈ વ્યકિતના નામે રાજયમાં કોઈપણ સ્થળે ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં જમીન/
મકાન નથી તે મતલબનું 
એકરારનામું
રેશનકાર્ડની નકલ
અરજીફોર્મ જે ભરેલ હોય તેની નકલ

સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી – ૨૦૧૧ (SECC) ની વિગત ( જે ગ્રામ્ય પંચાયતમાંથી મળશે માહિતી)

આ પણ વાંચો: આગાહી બદલી: નવરાત્રિમાં વરસાદ નહિ બને વિઘ્ન, વરસાદનું જોર ઘટ્યું

અરજી કોને કરવાની
રહેશે.
આ અરજીમાં તમારે તમામ વિગતો ભરી તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી એટલે કે તાલુકા પંચાયાતમાં અરજી આપવાની રહેશે. જે ફોર્મ  તમને ગ્રામ્ય પંચાયત કે તાલુકા
પંચાયતમાંથી મળશે. વિકાસ કમિશનશરશ્રીની કચેરી ગાંધીનગર ગુજરાત રાજ્ય દ્રારા તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ આ યોજના બાબતનું  ફોર્મ નિયત કરવામાં આવ્યું
છે. જે ફોર્મમાં તમામ વિગતો ભરીને તમારે આપવાનું રહેશે.

મિત્રો, આવી જ અગત્યની અને મહત્વની માહિતી જાણવા માટે અમારા Khissu ફેસબુક પેજને ફોલો કરો, સાથે જ khissu application ડાઉનલોડ કરી લો.