નમસ્કાર મિત્રો...
ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ઘણા સમય પહેલા અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો લાભ મેળવતી અને પુનઃ લગ્ન કરતી મહિલાઓને આર્થિક સહાય આપવા માટે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે બજેટની અંદર 250.00 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો, લાભાર્થીની પાત્રતા, સહાય ધોરણ, વગેરે માહિતી આ પોસ્ટમાં જાણીશું.
ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના નો હેતુ શું છે?
ગંગા સ્વરૂપા મહિલાઓને સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા તથા લગ્ન કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃ સ્થાપિત કરવા આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
મળવાપાત્ર લાભો:- ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થીના બચત ખાતામાં જિલ્લા કક્ષાએ DBT મારફતે 25,000 તથા 25,000 ની રાષ્ટ્રીય બચત પત્રો (NSC) આપશે. આમ, કુલ 50,000 ની આર્થિક સહાય આપવામાં આવશે.
લાભાર્થીની પાત્રતા:- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર 18 થી 50 વર્ષની ઉંમરની પુનઃ લગ્ન કરનાર મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકશે. નોંધ - જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેની પત્ની હયાત માં ન હોવી જોઇએ.
જરૂરી પુરાવા શું જોઈશે?
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેનો મંજુરી હુકમ
- પુનઃ લગ્ન ની નોંધણી અંગેનું પ્રમાણપત્ર
- જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો
- પુનઃ લગ્ન બાદ પતિ પત્ની બન્નેનો સંયુક્ત પાસપોર્ટ સાઈઝ ફોટો
- અરજદારની બેંક પાસબુકની ઝેરોક્ષ
અરજી પ્રક્રિયા શું છે?
ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના ની અરજી ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર ઓનલાઇન કરવાની રહેશે. અરજી ફોર્મ ભરીને સબંધિત મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જમાં કરાવવાનું રહેશે.
ફોર્મ ક્યાં ભરી શકશે?
તમારા ગામમાં આવેલ પંચાયત ખાતે VCE મારફત અરજી કરી શકાશે. ગ્રામ પંચાયત ખાતે અરજી કરવા માટે તમારે કુલ 20 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે અથવા લાભાર્થી જાતે પણ ઓનલાઇન અરજી કરી શકશે. અથવા સાયબર કાફે પર જઈને પણ અરજી કરી શકશો.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.
આ યોજનાનો Official પરીપત્ર માહિતી જાણવા માટે નીચેની PDF ડાઉનલોડ કરો: