Top Stories
khissu

દીકરીના લગ્નનું નહીં રહે ટેન્શન, આ યોજનામાં 7 વર્ષમાં મળશે 50 લાખ રૂપિયા

મોંઘવારીના આ સમયગાળામાં દરેક લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે ઘરમાં દીકરીના લગ્નની વાત આવે ત્યારે દરેક મા-બાપ ચિંતામાં આવી જાય છે. કારણ કે દરેક મા-બાપ ઈચ્છે છે કે તેમની દીકરીના લગ્ન ધામધૂમથી કરે, પરંતુ ઘણી વખત એવું બને છે કે તેમની આર્થિક સ્થિતિ તેમને સાથ નથી આપતી.

પરંતુ જો તમે પણ તમારી દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માંગો છો અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે એક મોટી રકમ એકઠી કરી શકો છો જે તમારી દીકરીના લગ્ન માટે બહુ ઉપયોગી બનશે.

આ યોજના છે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન
વર્તમાન સમયમાં જો તમને સારું વળતર મેળવવા માગતા હોય તો સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન તમારા માટે સારો વિકલ્પ છે. તમે તેમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે, આ માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનિય છે કે, દેશની ફ્રેન્કલિન ટેપલટનની વેબસાઈટ પર આપવામાં આવેલા SIP કેલ્ક્યુલેટર મુજબ, જો તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે 20 વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીની રમમ જમા કરી શકો છો. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમને તેના પર 12% વ્યાજ મળશે.

તમને જણાવી દઈએ કે, જો તમે આ યોજનામાં 7 વર્ષમાં 50,00,000 નું ફંડ ઉભુ કરવા માંગો છો, તો તમારે દર મહિને 40,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ કેક્યુલેશન પણ 12% રિટર્ન ધારીને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઇક્વિટી લાંબા ગાળે વધુ સારું વળતર આપે છે. 

નિષ્ણાતો આ બાબતે કહે છે કે જરૂરી નથી કે તમે માત્ર મોટી રકમથી જ રોકાણ કરો, જો તમે ઇચ્છો તો 100 રૂપિયા પણ રોકાણ કરી શકો છો. પરંતુ જો તમે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો તમારે ઓછામાં ઓછુ 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વર્તમાન સમયમાં ઘણા એસઆઈપી પ્લાન છે જે સારૂ રિટર્ન આપી રહ્યા છે. તમે યોગ્ય નિષ્ણાતની સલાહ પર તેમા રોકાણ કરી શકો છો.