નમસ્કાર ખેડૂત ભાઈઓ, છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોતા ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. કોલાવેધર જીએફએસના પ્રથમ વિક અને બીજા વીકના (Cola weather GFS week 1 અને week 2) મોડલ મુજબ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભિક સંકેતો બનવાનું શરૂ થઈ ચૂક્યું છે.
ગુજરાતમાં નબળા ચોમાસાની શરૂઆત થશે તેવી આગાહી વચ્ચે હાલમાં કોલાવેધર વેબસાઈટના રિપોર્ટ અનુસાર ચોમાસાની સારી શરૂઆત થવાના રિપોર્ટો મળી રહ્યા છે. જોકે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું પહોંચતુ હોય છે તે પહેલા અરબી સમુદ્રની અંદર ચોમાસાના પરિબળો એક્ટિવ મોડમાં હોય છે. જે મુજબ 30 મેથી 7 જૂન વચ્ચે ગ્રાફની અંદર સુધારો થયો છે.
શું કહે છે વેધર મોડલ?
વૈજ્ઞાનિક મોડલ મુજબ આવનાર બે અઠવાડિયા માટેનું પ્રારંભિક અનુમાન છે એ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રારંભિક અનુમાન વેધર ફોરકાસ્ટ કોલા જી.એફ.એસ ના મોડલનું છે. જેમાં પ્રથમ અઠવાડિયું એટલે કે 22મેથી 30 મેં માં આગાહી? હા આગાહીના દિવસો દરમિયાન બંગાળની ખાડી-થોડી થોડી એક્ટિવ મોડમાં આવી રહી છે, જ્યારે અરબી સમુદ્રની અંદર સામાન્ય હલચલ ચોમાસાને લઈને જોવા મળી રહે છે. જોકે પહેલી જૂન આસપાસ શ્રીલંકા, કેરળ, અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ પહોંચી જતું હોય છે એટલે આ હલચલ દર વર્ષેની જેમ સામાન્ય કહી શકાય. પરંતુ આ વર્ષે ચોમાસુ મોડું બેસશે તેવી આગાહી વચ્ચે હાલમાં એક સારા સંકેતો ગણી શકાય.
Cola GFS ના બીજા વીક માં આગાહી?
આ આગાહી 30 મેથી લઈને 7 જૂન વચ્ચેની છે. જે આગાહીના દિવસો દરમિયાન બંગાળની ખાડી ચોમાસાની પાંખને લઈને ફૂલ એક્ટિવ મોડમાં દેખાય રહી છે, જ્યારે અરબી સમુદ્રની અંદર પણ ચોમાસું ઘણું બધું આગળ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વૈજ્ઞાનિક મોડલોના આ બીજા અઠવાડિયામાં આગાહીમાં ઘણો ફેરફાર થયો છે આ એક ફક્ત અંદાજ છે તેમની વિશ્વસનીયતા 50%-50% ટકા ગણવામાં આવે છે.
જે રીતે વેધર મોડલોમાં હાલમાં જે ચિત્ર બતાવ્યું છે તેવું જૂન મહિનાથી અરબી સમુદ્રમાં જોવા મળશે તો ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વહેલા શરૂ થઈ જશે. ગુજરાતમાં ચોમાસુ મોડુ પહોંચવાની આગાહી વચ્ચે આ ડેટા મુજબ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં સમયસર ચોમાસું પહોંચી શકે છે. જોકે આ શક્યતા છે હજી તેમાં ઘણા ફેરફાર થઈ શકે છે. પરંતુ નબળી આગાહી વચ્ચે હાલમાં આવેલ આ ચાર્ટ ખુશીના સમાચાર આપી રહ્યા છે.